અમેરિકામાં ગોળીબારની ઘટનાઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. આવી ઘટનાઓ દરરોજ જોવા મળી રહી છે. તાજેતરનો મામલો અમેરિકાના વોશિંગ્ટનનો છે, જ્યાં સિએટલમાં એક સુપરમાર્કેટની બહાર અજાણ્યા હુમલાખોરોએ ગોળીબાર કર્યો હતો, જેમાં ચાર લોકોના મોત થયા હતા. આ ઘટના બાદ વિસ્તારમાં ભયનો માહોલ છે.
અમેરિકામાં ગોળીબારની વધતી જતી ઘટનાઓ ચિંતાજનક છે. આવા કિસ્સા દર બીજા દિવસે જોવા મળે છે. જો કે સવાલ એ થાય છે કે અમેરિકામાં આવી ઘટનાઓ કેમ વધી છે. વાસ્તવમાં, તેની પાછળનું એક મુખ્ય કારણ દરેક ઘરમાં બંદૂકોની હાજરી છે. એવું માનવામાં આવે છે કે અમેરિકામાં દરેક બીજા ઘરમાં બંદૂક હોય છે. એક રિપોર્ટ અનુસાર અમેરિકામાં દર 100માંથી 88 લોકો પાસે બંદૂક છે. આવી સ્થિતિમાં દરેક બાબત પર ગોળીઓ ચલાવવામાં આવે છે, જેના કારણે દરરોજ ફાયરિંગની ઘટનાઓ જોવા મળી રહી છે.