spot_img
HomeBusinessસોનાના ભાવમાં ઘટાડો થયો

સોનાના ભાવમાં ઘટાડો થયો

spot_img

વૈશ્વિક બજારોમાં નબળા વલણને અનુરૂપ, રાષ્ટ્રીય રાજધાનીના બુલિયન માર્કેટમાં ગુરુવારે સોનું રૂ. 120 ઘટીને રૂ. 72,180 પ્રતિ 10 ગ્રામ પર આવી ગયું હતું. છેલ્લા ટ્રેડિંગ સેશનમાં સોનું 72,300 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. જોકે, ચાંદીના ભાવ ગઈકાલના બંધ ભાવ રૂ. 90,600 પ્રતિ કિલોએ યથાવત રહ્યા હતા. HDFC સિક્યોરિટીઝના સંશોધન વિશ્લેષક દિલીપ પરમારે જણાવ્યું હતું કે, “દિલ્હીના બજારોમાં સ્પોટ ગોલ્ડ (24 કેરેટ)ના ભાવ રૂ. 72,180 પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યા હતા. અગાઉના બંધ ભાવ કરતાં આ રૂ. 120નો ઘટાડો છે.

સોના અને ચાંદીના વૈશ્વિક ભાવ

આંતરરાષ્ટ્રીય બજાર કોમેક્સમાં હાજર સોનું 2,305 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ રહ્યું હતું, જે અગાઉના બંધ ભાવ કરતાં 11 ડોલરનો ઘટાડો દર્શાવે છે . જોકે, ચાંદી 28.94 ડોલર પ્રતિ ઔંસ પર સ્થિર રહી હતી.

સોના અને ચાંદીના વાયદાના ભાવ

બીજી તરફ, એમસીએક્સ એક્સચેન્જ પર સોનાના વાયદાના ભાવમાં વધારા સાથે વેપાર થતો જોવા મળ્યો હતો. 5 ઓગસ્ટ, 2024ના રોજ ડિલિવરી માટે સોનું ગુરુવારે સાંજે 0.69 ટકા અથવા રૂ. 494ના વધારા સાથે રૂ. 71,583 પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થતું જોવાયું હતું. તે જ સમયે, 5 સપ્ટેમ્બર, 2024 ના રોજ ડિલિવરી માટે ચાંદી 0.34 ટકા અથવા 305 રૂપિયાના વધારા સાથે 89,440 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ થતી જોવા મળી હતી.

spot_img
spot_img
RELATED ARTICLES
spot_img
- Advertisment -spot_img

Most Popular