spot_img
HomeGujaratગુજરાત એટીએસને મળી સફળતા! Bhuj: ગાંધીધામ પાસે નિર્જન વિસ્તારમાંથી 130 કરોડનું કોકેન...

ગુજરાત એટીએસને મળી સફળતા! Bhuj: ગાંધીધામ પાસે નિર્જન વિસ્તારમાંથી 130 કરોડનું કોકેન ઝડપાયું

spot_img

ગુજરાતમાંથી ફરીથી કરોડોનું ડ્રગ્સ ઝડપાયું છે. ગાંધીધામના ખારી રોહર પાસેથી 130 કરોડનું 13 કિલો કોકેઈન ઝડપાયું છે. ગુજરાત ATSની ટીમે કોકેઈનના 13 પેકેટ જપ્ત કર્યા છે. આંતરરાષ્ટ્રીય માર્કેટમાં આ કોકેઈનની કિંમત કરોડોમાં અંકાઇ રહી છે. ગુજકાત એટીએસએ (Gujarat ATS) સ્થાનિક SOG અને B ડિવિઝન પોલીસની મદદથી દરોડો પાડીને કોકેઈનનો જથ્થો જપ્ત કર્યો છે. આ અંગે એટીએસ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

તો બીજી તરફે, વિસ્તારમાં હજુ વધુ જથ્થો હોવાની આશંકાના પગલે એટીએસની ટીમ દ્વારા ડ્રોન કેમેરાની મદદથી સમગ્ર વિસ્તારનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. અત્રે નોંધનીય છે કે, ગત વર્ષે પણ ગાંધીધામ નજીકના મીઠીરોહર વિસ્તારમાંથી ડ્રગ્સના આવા જ 80 પેકેટ મળી આવ્યા હતા, જે કોકેન હોવાનું ખૂલવાની સાથે એક પેકેટની કિંમત 10 કરોડ આંકવામાં આવતાં કુલ 800 કરોડનું ડ્રગ્સ રિકવર કર્યું હતું. હવે, 130 કરોડનું કોકેન મળી આવ્યું છે.

ખારીરોહરના નિર્જન વિસ્તારમાંથી પોલીસ દ્વારા મોટી માત્રામાં કોકેનના પેકેટ કબજે કરાયા બાદ સમગ્ર મામલે સ્થાનિક પોલીસ અને એટીએસ દ્વારા કોઈ સત્તાવાર વિગતો જાહેર કરવામાં આવી નથી અને રાત સુધી તપાસ અને સર્ચ ઓપરેશન યથાવત્ રાખવામાં આવતાં વધુ જથ્થો મળવાની કે કોઈ શખસની સંડોવણી ખૂલી હોવા સહિતના તર્ક – વિતર્ક શરૂ થયા હતા.

ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ડ્રગનો મોટો જથ્થો પકડાવવાનો સિલસિલો જોવા મળી રહ્યો છે. ગત સપ્ટેમ્બરમાં કચ્છ જિલ્લામાં સ્થાનિક પોલીસે 800 કરોડનું ડ્રગ્સ પકડી પાડ્યુ હતુ. કચ્છના ગાંધીધામથી 30 કિમીના અંતરે આવેલ મીઠી રોહર ગામના દરિયાકાંઠેથી સ્થાનિક પોલીસને 80 કિલો કોકેઇન મળી આવ્યું હતું.

spot_img
spot_img
RELATED ARTICLES
spot_img
- Advertisment -spot_img

Most Popular