spot_img
HomeGujaratWeather Update: ગુજરાતમાં ઉનાળામાં અંગ દઝાડતી ગરમી, સૌથી વધુ 40 ડિગ્રીએ રાજકોટ

Weather Update: ગુજરાતમાં ઉનાળામાં અંગ દઝાડતી ગરમી, સૌથી વધુ 40 ડિગ્રીએ રાજકોટ

spot_img

Weather Update: રાજ્યમાં શિયાળામાં એક પણ શીતલહર નહોતી આવી પરંતુ, ઉનાળાના આરંભથી જ કાળઝાળ તડકો શરૂ થયો છે. સમગ્ર રાજ્યમાં આજે મૌસમની સૌથી વધુ ગરમી નોંધાઈ હતી અને રાજકોટમાં સર્વાધિક તાપમાન 40.3 સે. નોંધાયું છે તો અન્ય 11થી વધુ સેન્ટરો ઉપર પણ તાપમાન 38થી 40 વચ્ચે નોંધાયું છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં છૂટાછવાયા વાદળો અને અસહ્ય તાપથી અકળાવી દે, માનસિક તણાવ વધારે તેવું હવામાન રહ્યું હતું.

રાજકોટમાં ચારેક દિવસથી સતત રાજ્યનું સૌથી ઉંચુ તાપમાન નોંધાય છે અને સવારે 19.6 સે.નું તાપમાન સાત કલાકમાં જ 20.7 સે. વધીને 40.3 સે.એ પહોંચી ગયું હતું. હાલ ધો. 10ની પરીક્ષા ચાલી રહી છે અને હજારો વિદ્યાર્થીઓ આજે ધોમધખતા તાપમાં શેકાયા હતા. તાપની સાથે ભેજનું પ્રમાણ સાંજના સમયે ઘટીને માત્ર 15 ટકા થઈ જતા મૌસમની પ્રથમ લૂ વર્ષાનો અનુભવ થયો હતો.

સુરેન્દ્રનગરમાં પણ તાપમાન 39.7 સે. સાથે 40 સે. નજીક પહોંચ્યું છે. તો જુનાગઢ, અમરેલી અને કેશોદમાં 39ને પાર અને મહુવા, ભૂજ, નલિયા, ડીસા અને કંડલા એરપોર્ટ પર પણ પારો ૩૯ સે.એ પહોંચ્યો હતો.

જ્યારે અમદાવાદ, વડોદરા, સુરત, વેરાવળ,પોેરબંદરમાં પણ તાપમાન વધીને 38 સે.ને પાર થયું હતું જેના પગલે દ્વારકામાં મહત્તમ 28.8 સે.ને બાદ કરતા તમામ સ્થળે પારો 39 સે.થી વધારે નોંધાયેલ છે જેના પગલે રાજ્યભરમાં મૌસમની પ્રથમ ગરમી અનુભવાઈ છે.

ગરમીની જનજીવન ઉપર વ્યાપક અસર જોવા મળી હતી
ગરમીની જનજીવન ઉપર વ્યાપક અસર જોવા મળી હતી. ગરમ વસ્ત્રોને લોકોએ પેક કરીને મુકી દીધા છે તો એ.સી.,પંખા આખો દિવસ ચાલુ રાખવાની નોબત આવી છે. બજારમાં ગરમ ખાણી-પીણીનું અને શિયાળુ ફળફળાદિનું વેચાણ ઘટવા સાથે ઉનાળુ ફળો તરબૂચ, કાચી કેરી, સક્કર ટેટી, દ્રાક્ષ, સંતરા તથા શેરડીનો રસ, આઈસ્ક્રીમ, શરબત વગેરે ઠંડા પીણાનું વેચાણ વધ્યુ છે. માર્ગો પર મહિલાઓ ચહેરા પર રૂમાલ બાંધીને તથા પુરૂષો ટોપી પહેરીને નીકળતા નજરે પડયા છે. તબીબી સૂત્રોએ આ સમયમાં લોકોને આરોગ્ય જાળવવા મહત્તમ પાણી પીવા, તડકાંમાં બહાર નીકળવાનું થાય ત્યારે માથુ અચૂક ઢાંકવા અને કોટનના હળવા વસ્ત્રો પહેરવા ,પૌષ્ટિક અને હળવો ખોરાક લેવા અપીલ કરી છે.

spot_img
spot_img
RELATED ARTICLES
spot_img
- Advertisment -spot_img

Most Popular