Gujarat Lok Sabha Election Result 2024 :લોકસભા ચૂંટણીના પરિણામો આજે જાહેર થશે. સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થશે. દેશમાં સાત તબક્કામાં ચૂંટણી યોજાઈ હતી. પ્રથમ તબક્કા માટે 19 એપ્રિલે મતદાન થયું હતું. 1 જૂનના રોજ છેલ્લા તબક્કાનું મતદાન થયું હતું. આ વખતે ચૂંટણીમાં મુકાબલો ભાજપની આગેવાની હેઠળના ગઠબંધન એનડીએ અને 25થી વધુ પક્ષોના ગઠબંધન ભારત વચ્ચે છે. ચૂંટણી પરિણામો સંબંધિત દરેક અપડેટ માટે અમારી સાથે રહો.
સાબરકાંઠા બેઠક પર ભાજપ ઉમેદવાર શોભના બારૈયા 30,300 મતથી આગળ
સાબરકાંઠા બેઠક પર ભાજપ ઉમેદવાર શોભના બારૈયા 30,300 મતથી આગળ. કોંગ્રેસ ઉમેદવાર તુષાર ચૌધરી સામે ભાજપ ઉમેદવાર શોભના બારૈયા વચ્ચે જંગ છે.
સુરેન્દ્રનગર બેઠક પર ભાજપના ઉમેદવાર ચંદુભાઈ શિહોરા આગળ
સુરેન્દ્રનગર લોકસભા મતવિસ્તારમાંથી ભાજપના ઉમેદવાર ચંદુ શિહોરા 38,298 મતથી આગળ ચાલી રહ્યા છે.
ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડા 16 હજાર મતથી આગળ
ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડા 7 રાઉન્ડના અંતે 16 હજાર મતથી આગળ ચાલી રહ્યા છે.
બનાસકાંઠા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર આગળ
બનાસકાંઠા લોકસભા મતવિસ્તારમાંથી ભાજપના ઉમેદવાર ગેનીબેન ઠાકોર મતથી આગળ ચાલી રહ્યા છે.
જૂનાગઢ બેઠક પર ભાજપ આગળ ચાલી રહી છે
જૂનાગઢ લોકસભા મતવિસ્તારમાંથી ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમા 10,568 હજાર મતોથી આગળ છે.
રાજકોટ બેઠક પર ભાજપના પરશોત્તમ રૂપાલા 1 લાખ મતથી આગળ
રાજકોટ લોકસભા મતવિસ્તારમાંથી ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા 1 લાખ મત સાથે આગળ ચાલી રહ્યા છે.
જામનગરમાં ભાજપ ઉમેદવાર પૂનમ માડમ આગળ
જામનગરમાં ભાજપ ઉમેદવાર પૂનમ માડમ 7667 મતથી બીજા રાઉન્ડ બાદ આગળ ચાલી રહ્યા છે