Gujarat News: ગુજરાતના સાંસદો ડેવલપમેંટ ફંડ વાપરવામાં પણ આળસુ, મળેલા 442 કરોડના ફંડમાંથી માંડ અડધું વપરાયું

સિટી કવરેજ ટીમ ડિજિટલ
citycoverage.in

  • કેન્દ્ર સરકાર દ્વારા દરેક MPને લોકલ એરીયા ડેવલપમેંટ ફંડ ફાળવવામાં આવે છે.
  • જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમાની વાત કરીએ તો મંજૂર થયેલા 7 કરોડની સામે વ્યાજ સાથે 11.58 કરોડ ફાળવામાં આવ્યા હતા જેમાં 9.93 કરોડ ફંડ વાપરવા આવ્યા છે અને હજુ 1.65 કરોડ અણવાપર્યા પડ્યા છે

પીવાના પાણી, સ્વચ્છતાને લગતા કામો, સિંચાઇની સુવિધાઓ, સ્વચ્છતા અને જાહેર આરોગ્ય, ખેતી, પશુપાલન, ડેરી, રોડ, રસ્તા, પુલ, રેલ્વે, શિક્ષણ અને શહેરી વિકાસ જેવી માળખાકીય સુવિધાઓના ડેવલપમેંટ માટે કેન્દ્ર સરકાર દ્વારા MP લોકલ એરીયા ડેવલપમેંટ ફંડ ફાળવામાં આવે છે. પણ રિપોર્ટ જોઈને લાગે છે કે એના ઉપયોગમાં પણ આપણા સાંસદ ખુબ ઢીલા છે.

ADR એટલે એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ દ્વારા કરાયેલા સાંસદના પરફોર્મન્સના વિશ્લેષણના રિપોર્ટમાં આ ઘટસ્ફોટ થયો છે. ADRના ગુજરાત સ્ટેટ કો-ઓર્ડિનેટર પંક્તિ જોગ પાસેથી મળેલી માહિતી અનુસાર ગુજરાતના સાંસદોને કુલ 442 કરોડ ફંડ મળવાપાત્ર હતું, પણ 26 સાંસદોએ માત્ર 354.9994 કરોડ રૂૂપિયાના કામોની ભલામણ કરી. તે પૈકી 263.15 કરોડના કામો મંજૂર કરવામાં આવ્યા, અને કુલ 220 કરોડ રૂૂપિયા ફાળવવામાં આવ્યા, જે કુલ મળવાપાત્ર ફંડ (442 કરોડ) ના માત્ર 49.77% થાય છે.MP લોકલ એરીયા ડેવલપમેંટ ફંડ (MPLAD) યોજના 23 ડિસેમ્બર 1993 ના રોજ અમલમાં મૂકવામાં આવી હતી. આ યોજના અંતર્ગત દરેક સંસદ સભ્ય તેમના મત વિસ્તારના વિશેષ પ્રકારના કામોની ભલામણ કરી શકે,સંસદ સભ્યના ભલામણ બાદ જીલ્લા આયોજન મંડળ દ્વારા તે કામો માટે ભંડોળ ફાળવવામાં આવે છે.

શરૂૂઆતમાં આ યોજનામાં સાંસદ દીઠ માત્ર 5 લાખ રૂૂપિયા ફાળવવામાં આવ્યા હતા. જે 1994-95 માં વધારીને 1 કરોડ કરવામાં આવ્યા. ત્યારબાદ સમય સમય પર રકમમાં વધારો થયો અત્યારે સાંસદ દીઠ દર વર્ષે 5 કરોડ રૂૂપિયા ફાળવવામાં આવે છે. દરેક સાંસદ તેમના 5 વર્ષના સમયગાળા દરમ્યાન કુલ 25 કરોડના કામોની ભલામણ કરી શકે છે.
નોંધનીય બાબત એ છે, MPLAD ફંડ જે તે નાણાકીય વર્ષમાંજ વાપરવું જરૂૂરી હોતું નથી. પણ વણ વપરાયેલું ફંડ બીજા વર્ષમાં વાપરી શકાય છે. હવે ચૂંટણી જાહેર થવાથી ચૂંટણી પંચના સૂચનથી વપરાશ પર રોક લગાવવામાં આવી છે.2019થી 2024ની ટર્મની વાત કરીએ તો આ વખતે MPLAD ફંડમાં ઘટાડો થયો. કોવિડકાળ દરમ્યાન લગભગ 1.5 વર્ષના સમયગાળા માટે આ યોજના ફ્રીઝ કરવામાં આવી હતી. તેથી આ 5 વર્ષ માટે દરેક સાંસદ પાસે 25 કરોડના બદલામાં માત્ર 17 કરોડ રૂૂપિયાની જોગવાઈ કરવામાં આવેલ હતી.

એટ્લે ગુજરાતના 26 MPના હસ્તક 17x 26 = 442 કરોડ રૂૂપિયા હતા, જે તેઓ તેમના મતક્ષેત્રમાં એવા કામો માટે વાપરી શકતા હતાં, જે કામો સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ અથવા રાજ્ય સરકાર દ્વારા આયોજનમાં લીધેલ નથી. તેમાં એરિયા સ્પેસિફિક એટ્લે જે તે વિસ્તારની વિશેષ જરૂૂરીયાત અને મતદારોની માંગણીને ધ્યાનમાં લઈને સાંસદ કામો માટે ભલામણ કરી શકે.ADR સ્ટેટ કો-ઓર્ડિનેટર પંક્તિ જોગ પાસેથી મળેલી માહિતી અનુસાર ગુજરાતના સાંસદોને કુલ 442 કરોડ ફંડ મળવાપાત્ર હતું, પણ 26 સાંસદોએ માત્ર 354.9994 કરોડ રૂૂપિયાના કામોની ભલામણ કરી. તે પૈકી 263.15 કરોડના કામો મંજૂર કરવામાં આવ્યા, અને કુલ 220 કરોડ રૂૂપિયા ફાળવવામાં આવ્યા, જે કુલ મળવાપાત્ર ફંડ (442 કરોડ) ના માત્ર 49.77% થાય છે.

ગુજરાતના એમપી દ્વારા રોડ, રસ્તા, પુલ વગેરે માળખાકીય સુવિધાઓને લગતા કામોને પ્રાથમિકતા આપી છે. તેમાં 114.81662 કરોડ રૂૂપિયાનો ખર્ચ કર્યો છે, ત્યારબાદ અન્ય જાહેર કામો માટે 71.32 કરોડ, શિક્ષણ માટે 26 કરોડનો ખર્ચ કર્યો છે, આરોગ્ય માટે 13.45 કરોડ, સૌથી ઓછો ખર્ચ હાથશાળના કારીગરોના વિકાસ માટેના માત્ર 2.948 લાખનો ખર્ચ કરવામાં આવ્યો છે.

અમરેલીના સાંસદ નારણભાઇ કાછડિયા દ્વારા સૌથી વધુ, એટ્લે 31.2424 કરોડના કામોની ભલામણ કરવામાં આવી. જો કે તેઓ માત્ર 17 કરોડ સુધીના જ કામો લઈ શકતા હતા. તેમાંથી માત્ર 9.5 કરોડ રૂૂપિયાનું જ ફંડ ફાળવાયુ. જ્યારે જશવંતસિંહ ભાભોર દ્વારા સૌથી ઓછા એટ્લે કે માત્ર 6.7803 કરોડના જ કામો માટે ભલામણ કરવામાં આવી અને 7 કરોડ રૂૂપિયા ફાળવવામાં આવ્યા. રાજકોટના સાંસદ મોહન કુંડારીયા દ્વારા સૌથી ઓછું 5 કરોડનું ફંડ વપરાયું છે.

Google search engine