હવામાન વિભાગની આગાહી વચ્ચે કચ્છમાં વરસાદી ઝાપટા પડ્યા છે. વહેલી સવારથી કચ્છના અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા જોવા મળી રહ્યા છે. મુંદ્રા, અંજાર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા છે. અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડવાના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. સાથોસાથ કમોસમી વરસાદના કારણે પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે.
બીજી બાજુ, આજે સવારે 10 વાગ્યા સુધી 4 જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. અહીં સવારે 10 વાગ્યા સુધી વરસાદ વરસી શકે છે. સાબરકાંઠા, અરવલ્લી, જામનગર, દ્વારકામાં માવઠાની આગાહી કરવામાં આવી છે.
ગુજરાતમાં આજે પણ કમોસમી વરસાદની આગાહી છે. હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી કરી છે. આજે ગુજરાતના 22 જિલ્લામાં માવઠાની આગાહી કરાઇ છે.
ઉત્તર ગુજરાતના તમામ જિલ્લામાં આજે આગાહી છે. આજે કચ્છ-સૌરાષ્ટ્રના ભાગોમાં માવઠું થઈ શકે છે. મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લામાં માવઠું થઈ શકે છે. ગાજવીજ, તેજ પવન સાથે સામાન્ય વરસાદ થઈ શકે છે. 30થી 40 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.
આજે 22 જિલ્લામાં વરસાદની આગાહી છે. ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં માવઠું થઈ શકે છે. વડોદરા, છોટાઉદેપુર, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટમાં માવઠું થઈ શકે છે. કચ્છમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે.
હવામાન વિભાગની અગાહી અનુસાર, બે સકલોનીક સર્ક્યુલેશન સક્રિય છે. તેથી બે દિવસ કમોસમી વરસાદની આગાહી કરાઇ છે. સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરાઇ છે. આ સાથે જ થન્ડર સ્ટોમ એક્ટિવિટી થશે અને 30થી 40 કિલોમીટર ઝડપે પવન ફૂંકાશે.