IPL 2023ની ફાઈનલ મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમે ગુજરાત ટાઇટન્સને 5 વિકેટે હરાવીને જીતી લીધી હતી. CSKએ મુંબઈ ઈન્ડિયન્સના 5 ટાઈટલની બરાબરી કરી લીધી છે. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા ગુજરાત ટાઇટન્સે 214 રન બનાવ્યા હતા. પરંતુ વરસાદના કારણે CSKને જીતવા માટે 15 ઓવરમાં 171 રનનો ટાર્ગેટ મળ્યો હતો. જે CSK એ રવિન્દ્ર જાડેજાની શાનદાર ઇનિંગ્સના કારણે હાંસલ કરી હતી. પરંતુ મેચ હાર્યા બાદ પણ ગુજરાત ટાઇટન્સના એક સ્ટાર ખેલાડીએ એક મોટો રેકોર્ડ બનાવ્યો હતો. ચાલો તેના વિશે જાણીએ.
આ ખેલાડીએ અદ્ભુત પ્રદર્શન કર્યું
ગુજરાત ટાઇટન્સ માટે સાઇ સુદર્શને આ મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે પોતાની બેટિંગથી બધાના દિલ જીતી લીધા હતા. તેના કારણે જ ગુજરાતની ટીમ મોટો સ્કોર કરી શકી હતી. તેણે 47 બોલમાં 96 રન બનાવ્યા જેમાં 8 ફોર અને 6 સિક્સ સામેલ હતી. તે ઇનિંગ્સની શરૂઆતથી જ લયમાં જોવા મળ્યો હતો. ધમાકેદાર ઇનિંગ્સ રમવાની સાથે, તે IPLની ફાઇનલમાં સૌથી વધુ સ્કોર બનાવનાર અનકેપ્ડ ખેલાડી બન્યો. તેના પહેલા આ રેકોર્ડ મનીષ પાંડેના નામે હતો જે તેણે વર્ષ 2014માં બનાવ્યો હતો.
IPL ફાઇનલમાં સૌથી વધુ સ્કોર ધરાવતા અનકેપ્ડ ખેલાડીઓ:
સાઈ સુદર્શન – 96 રન, વર્ષ 2023
મનીષ પાંડે – 94 રન, વર્ષ 2014
મનવિન્દર બિસ્લા – 89 રન, વર્ષ 2012
આ રેકોર્ડ પોતાના નામે કર્યો
સાઈ સુદર્શન IPLની ફાઈનલમાં 50+ ઈનિંગ્સ બનાવનાર બીજો યુવા બેટ્સમેન બન્યો છે. તેમની ઉંમર હવે 21 વર્ષ અને 226 દિવસ છે. જ્યારે મનન વોહરા ફાઇનલમાં 50 પ્લસ ઇનિંગ્સ રમનાર સૌથી યુવા બેટ્સમેન છે. તેણે પંજાબ કિંગ્સ સામે ફાઇનલમાં 20 વર્ષ અને 318 દિવસની ઉંમરે ફિફ્ટી ફટકારી હતી.
IPL ફાઇનલમાં 50+ સ્કોર કરનાર સૌથી યુવા ખેલાડી
મનન વોહરા – 20 વર્ષ, 318 દિવસો, વર્ષ 2014
સાઈ સુદર્શન – 21 વર્ષ, 226 દિવસ, વર્ષ 2023
શુભમન ગિલ – 22 વર્ષ, 37 દિવસ, વર્ષ 2021
રિષભ પંત – 23 વર્ષ, 37 દિવસ, વર્ષ 2020