Healthy Drinks: હવામાન વિભાગે આ વર્ષે ઉનાળાને લઈને પહેલેથી જ ચેતવણી જારી કરી દીધી હતી કે એપ્રિલથી જૂન સુધી ભારે ગરમી પડશે. ઘણા શહેરોમાં એપ્રિલમાં જ તાપમાન 40 ડિગ્રી સુધી પહોંચી ગયું છે. તીવ્ર સૂર્યપ્રકાશ અને ગરમ પવનોએ લોકોની મુશ્કેલીમાં વધારો કર્યો છે. તાપમાનમાં એકાએક વધારો થવાને કારણે અને તે મુજબ ખાનપાન અને જીવનશૈલીમાં જરૂરી ફેરફાર ન કરવાને કારણે લોકો મોસમી રોગોનો શિકાર બની રહ્યા છે. આ ઋતુમાં જે લોકોની રોગપ્રતિકારક શક્તિ નબળી હોય છે તેઓ થોડી બેદરકારીને કારણે રોગોનો શિકાર બને છે.ઉનાળામાં શરીરને સ્વસ્થ રાખવા માટે આહાર પર ધ્યાન આપવું ખૂબ જ જરૂરી છે. જેમાં મોસમી ફળો અને જ્યુસ અવશ્ય સામેલ કરવા જોઈએ. કોલ્ડ ડ્રિંક્સ કે પેક્ડ જ્યુસ પીવાને બદલે તાજા ફળોનો રસ પીવો, જે શરીરને હાઇડ્રેટ રાખે છે અને પેટને પણ ઠંડુ રાખે છે.
- બીલીપત્રનું જ્યુસ
- તરબૂચનો રસ
- આમ પન્ના