spot_img
HomeGujaratવધુ પડતા સોડા કે ડાયેટ ડ્રીંકથી હૃદયના રોગોનું જોખમ

વધુ પડતા સોડા કે ડાયેટ ડ્રીંકથી હૃદયના રોગોનું જોખમ

spot_img

બીજીંગ (ચીન).

  • હૃદય રોગનો હુમલો અને ડિમેન્શિયાની ઝપટમાં આવવાની આશંકા

ઠંડા પીણા કે સોડા જેવા ડાયેટ ડ્રીંકના શોખીનોએ પોતાના હૃદય પ્રત્યે સતર્ક રહેવું પડશે. ચીનના શાંઘાઈમાં થયેલા એક અધ્યયનમાં દાવો કરાયો છે કે એક સપ્તાહના સમયગાળામાં બે લિટરથી વધુ ડાયેટ ડ્રીંક કે કૃત્રિમ રૂપે બનાવવામાં આવેલ પેયનું સેવન કરનારા લોકો પર હૃદયરોગની ઝપટમાં આવવાનું જોખમ 20 ટકા વધુ રહે છે.

અધ્યયનમાં સોફટ ડ્રીંકનું સેવન નહીં કરનારા લોકો સાથે તુલના કરવામાં આવી છે, જેમાં જાણવા મળ્યું કે જેમ તે આ આદત નથી તેમને આ પ્રકારનું જોખમ નથી હોતું.

હૃદયના ધબકારા અસામાન્ય: શાંઘાઈમાં થયેલા આ અધ્યયનમાં જાણવા મળ્યું કે જે લોકો આવા પીણાનું સેવન કરે છે તેમને એટ્રિયલ ફિબ્રિલેશન અર્થાત હૃદયના ધબકારા અસામાન્ય થવાનું વધુ જોખમ છે.

પાચન ક્રિયા પર પણ અસર: ડાયેટ સોડા પીવાથી હૃદયની સાથે પાચન ક્રિયાને પણ અસર થાય છે. આ સિવાય માથામાં દુ:ખાવો, સ્થૂળતા, હાઈ બ્લડ પ્રેસર, ડાયાબીટીસનું જોખમ પણ વધે છે.

શું છે એટ્રિયલ ફિબ્રિલેશન: એટ્રિયલ ફિબ્રિલેશન એ પ્રકારનો હૃદય રોગ છે. તેની ઝપટમાં આવવાથી હૃદયમાં રકતને પંપ કરવાની પ્રક્રિયાને અસર થાય છે. આથી બ્લડ કલ્કોટ, હાર્ટએટેક, ડિમેંશિયા વગેરેનો ખતરો વધી જાય છે. દુનિયામાં લગભગ ચાર કરોડ લોકો આની ઝપટમાં છે.

સંશોધકોની સલાહ: સંશોધનમાં નિરાકરણ પણ શોધવામાં આવ્યું છે કે એ સપ્તાહના સમયગાળામાં લગભગ 118 મિલીલીટર ખાંડ વિનાનું જયુસ પીવાથી એટ્રિયલ ફિબ્રિલેશનનો ખતરો 8 ટકા ઘટી જાય છે.

spot_img
spot_img
RELATED ARTICLES
spot_img
- Advertisment -spot_img

Most Popular