spot_img
HomeGujaratગુજરાતમાં સતત વધી રહ્યો છે ગરમીનો ત્રાસ, અમદાવાદ અને ગાંધીનગરમાં રહેશે રેડ...

ગુજરાતમાં સતત વધી રહ્યો છે ગરમીનો ત્રાસ, અમદાવાદ અને ગાંધીનગરમાં રહેશે રેડ એલર્ટ

spot_img

રાજ્યમાં આગ વરસાવતી ગરમીમાંથી હજુ રાહત મળવાના કોઈ એંધાણ જણાતા નથી. હવામાન નિષ્ણાંત જણાવ્યા મુજબ રાજ્યમાં આજે પણ સૂર્યદેવ કોપાયમાન રહેશે. સતત બીજા દિવસે પણ અમદાવાદ અને ગાંધીનગરમાં ગરમીનું રેડ એલર્ટ રહેશે. સતત બીજા દિવસે તાપમાન 46 ડિગ્રીને પાર જઈ શકે છે. રાજ્યના 20 જિલ્લામાં હીટવેવનું ઓરેન્જ એલર્ટ જાહેર કરાયુ છે. આજ સવારથી જ ગરમીનો અનુભવ થઈ શકે છે. કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ગરમ પવન ફુંકાઈ શકે છે.

રાજ્યના 6 શહેરોમાં તાપમાનનો પારો 44 ડિગ્રીને પાર

રાજ્યમાં આણંદ, ખેડા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, સુરત, વલસાડ, વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, અમરેલી , ભાવનગર, જૂનાગઢ, કચ્છમાં ગરમીનો પારો હાઈ રહેશે.

સતત બીજા દિવસે અમદાવાદ, ગાંધીનગરમાં 46 ડિગ્રીને પાર તાપમાન

રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો છે. સઅમદાવાદ ઍરપોર્ટ પર 47.3 ડિગ્રી તાપમાન નોંધાયુ છે. અમદાવાદ શહેરમાં 46.6 ડિગ્રી તાપમાન નોંધાયુ છે. રાજ્યના 6 શહેરોમાં તાપમાનનો પારો 44 ડિગ્રીને પાર પહોંચ્યો છે. ગાંધીનગરમાં 46 અને સુરેન્દ્રનગરમાં 45.9 ડિગ્રી તાપમાન પહોંચ્યુ છે. ડીસામાં 45.4 ડિગ્રી અને અમરેલામાં 44.4 ડિગ્રી તાપમાન નોંધાયુ છે.

spot_img
spot_img
RELATED ARTICLES
spot_img
- Advertisment -spot_img

Most Popular