spot_img
HomeGujaratસમગ્ર રાજ્યમાં હાહાકાર મચાવતી ગરમી, ગુજરાતમાં વધી રહ્યો છે તાપમાન

સમગ્ર રાજ્યમાં હાહાકાર મચાવતી ગરમી, ગુજરાતમાં વધી રહ્યો છે તાપમાન

spot_img

ગુજરાતમાં ગરમી ની સ્થિતિ ભયાનક સ્તરે છે. ગુજરાતના મોટાભાગના જિલ્લામાં તાપમાન 45 ડિગ્રી ની ઉપર પહોંચ્યું છે. જ્યારે હવામાન વિભાગે પણ ભયાનક ગરમીને લઇને પાંચ જીલ્લામાં રેડ એલર્ટ તો અન્ય વીસ જીલ્લા માં યલો એલર્ટ આપ્યું છે. હવામાન વિભાગે પણ હજુ આગામી પાંચ દિવસ હિટવેવ ની આગાહી કરતા રેડ એલર્ટ આપ્યું છે. જેને લઈને વાતાવરણ હજુ ભયાનક બનવાની શક્યતાઓ જોવાઈ રહી છે.

રાજ્યમાં આગામી 5 દિવસ ગરમીનો પ્રકોપ યથાવત રહેશે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, 24 કલાક માટે અમદાવાદ અને ગાંધીનગરમાં રેડ એલર્ટ રહેશે. અમદાવાદ, ગાંધીનગર 46 ડિગ્રી સૌથી વધી તાપમાન રહ્યું છે. દીવ, ભાવનગર, કચ્છ, બોટાદ, સુરેન્દ્રનગર હિટવેવ વધુ રહેશે. વડોદરા અને છોટા ઉદેપુર હિટવેવ રહેશે. 100 વર્ષમાં વર્ષ 2016માં 20 મે અમદાવાદનું 48 ડિગ્રી તાપમાન રહ્યું હતું.વર્ષ 2016 બાદ શહેરમાં સૌથી વધુ ગરમી અમદાવાદમાં 46.6 ડિગ્રી નોંધાઇ હતી. રાજ્યના મોટાભાગના જિલ્લામાં 45ને પાર તાપમાન પહોંચ્યું છે. હવામાન વિભાગે પણ ગરમીન લઇને પાંચ જિલ્લામાં રેડ એલર્ટ તો અન્ય 20 જિલ્લામાં યલો એલર્ટ આપ્યું છે.

કાળઝાળ ગરમીના પગલે ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશને મહત્વનો નિર્ણય લીધો છે. હીટવેવના પગલે ગુજરાતમાં તમામ કોચિંગ ક્લાસ પાંચ દિવસ સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવામાન વિભાગે પણ હજુ આગામી પાંચ દિવસ હિટવેનની આગાહી કરતા રેડ એલર્ટ આપ્યું છે, ત્યારે આ સમયે વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યની ચિંતા કરતા ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશને મહત્વનો નિર્ણય લેતા આગામી 5 દિવસ રાજ્યમાં કોચીંગ કલાસ બંધ રાખવાનો નિર્ણય લીધો છે.

ગુરૂવારે અમદાવાદ રાજ્યનું સૌથી ગરમ સિટી રહ્યું. અહીં સરેરાશ વિસ્તારો માં 46.6 ડિગ્રીના તાપમાન નોંધાયું હતું. જ્યારે અમદાવાદમાં 127 વર્ષમાં 5મી વખત તાપમાન આ સ્તરે પહોંચ્યો છે. હાલની ગરમીમાં બેભાન થઈ જવું, હીટસ્ટ્રોક લાગવો, વોમેટિંગ સહિતના કેસ વધ્યા છે. અતિશય ગરમીને લોકો હવે સહન નથી કરી શક્તાં નથી. આ કાળઝાળ ગરમીમાં લોકો માટે બહાર નીકળવું મુશ્કેલીભર્યું બન્યું છે. તબીબોની સલાહ મુજબ, કામ વગર ગરમીમાં નીકળવાનું ટાળવું જોઈએ.

spot_img
spot_img
RELATED ARTICLES
spot_img
- Advertisment -spot_img

Most Popular