રાજ્યમાં કાળઝાળ ગરમીનો કહેર યથાવત્ છે. રાજ્યના 5 શહેરોમાં તાપમાન 45 ડિગ્રીને પાર ગયું છે. રાજ્યના 12થી વધુ શહેરોમાં હીટવેવથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. હિંમતનગર અને કંડલામાં 46.1 ડિગ્રી તાપમાન નોંધાયું છે. અમદાવાદમાં ગરમીએ 7 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. અમદાવાદમાં ગરમીનો પારો પહોંચ્યો 45.9 ડિગ્રીએ છે. રાત્રે પણ ગરમ પવનના કારણે લોકો હેરાન પરેશાન થયા છે.
ગુજરાતમાં ગરમીનો પારો બરાબરનો છટક્યો છે. રેકોર્ડબ્રેક ગરમી વચ્ચે ગુજરાતના અનેક શહેરોમાં રેડ, યલો અને ઓરેન્જ એલર્ટ અપાયુ છે. ત્યારે ગુજરાતના 16 શહેરોમાં ગરમીનો પારો 41 ડિગ્રીને પાર પહોંચ્યો છે. 45.9 ડિગ્રી સાથે અમદાવાદ રાજ્યનું સૌથી ગરમ શહેર બન્યું છે. તો સુરેન્દ્રનગરમાં 45.8 અને ગાંધીનગરમાં 45.7 ડિગ્રી તાપમાના નોઁધાતા લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ગયા છે. ગુજરાતમાં રેકોર્ડબ્રેક ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. હજુ પણ 4 દિવસ ગુજરાતમાં કાળઝાળ ગરમીની આગાહી છે. ઉત્તર ગુજરાતમાં 4 દિવસ હીટવેવની આગાહી છે. 3 દિવસ સૌરાષ્ટ્રમાં હીટવેવની આગાહી છે. સુરત અને વલસાડમાં પણ હીટવેવની આગાહી છે. આજે અમદાવાદમાં હવામાનનું રેડ અલર્ટ છે.
ગુજરાતના ૬ શહેરોમાં ૪૫થી વધુ તાપમાન નોંધાયુ છે અને ગુજરાતના ૧૮ શહેરોમાં ૪૦થી વધુ ડિગ્રી ગરમી નોંધાઈ છે.
આ ઉનાળામાં તો દિવસે તો ઠીક પરંતુ રાત્રે પણ ગરમ પવનો સાથે ભારે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. હાલ રાત્રે પણ ગરમ પવનોને લીધે લોકો છત કે અગાસી પર સુવાની ટાળી રહ્યા છે અને સવારના ૯ વાગ્યાથી અસહ્ય ગરમી શરૂ થઈ જતા લોકોએ ઘરમાં રહેવા માટે આખો દિવસ એસી પંખા કુલર ચાલુ રાખવા પડે તેવી સ્થિતિ છે.
વધારે ગરમીમાં બહાર નીકળતા લોકો, ફિલ્ડમાં કામ કરતા લોકો તેમજ ગરમીમાં એક્સેસાઇઝ કરતા લોકોને આ તકલીફ વધારે રહે છે.કોઇપણ ઇનડોર જગ્યાએ જ્યાં તાપમાન વધારે હોય છે ત્યાં પણ આ સમસ્યા લોકોને રહેતી હોય છે.
રાજ્યભરમાં હિટવેવનો (Heatwave) પ્રકોપ યથાવત છે. હવામાન વિભાગના (Meteorological Department) અનુમાન મુજબ આગામી 4થી 5 દિવસ હજુ પણ હિટવેવથી કોઇ રાહત મળે તેવી શકયતા જોવા મળી રહી નથી. તાપમાનના સતત ઉંચે જતાં પારાના કારણે રાજ્યભરમાં હિટવેવની સ્થિતિ યથાવત છે. ગરમીને લઇને હવામાન વિભાગે (Meteorological Department forecast)કેટલાક જિલ્લામાં ઓરેન્જ અને યેલો એલર્ટ જાહેર કર્યું