હાલ દેશભરમાં ભીષણ ગરમી પડી રહી છે. આ સાથે જ કેટલાક રાજ્યોમાં વરસાદ પણ થઈ રહ્યો છે. ત્યારે જાણો હવામાન વિભાગનો લેટેસ્ટ વેધર રિપોર્ટ.
હાલ દિલ્હીમાં ભારે ગરમીથી લોકો પરેશાન ચે.આ સિઝનમાં બીજી વખત તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ પાર થઈ ગયો હતો. જે વધુ વધવાની સંભાવના છે. અંદાજીત તાપમાન 41-42 ડિગ્રી સુધી પહોંચી શકે છે. 8 મેના રોજ ભારે પવન ફૂંકાવાની અને 9 મેના રોજ વરસાદની સંભાવના છે.
ઉત્તર પ્રદેશમાં 6 મેના રોજ વરસાદ થઈ શકે છે. આગામી દિવસો આવું જ વાતાવરણ રહેવાની સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, ઉત્તર પ્રદેશમાં આગામી બે દિવસ હવામાન શુષ્ક રહેવાની સાથે ભારે પવન ફૂંકાઈ શકે છે. આસમાનમાં કાળા વાદળ છવાયેલા રહેશે અને 6-10 મે સુધી વરસાદને લઈને એલર્ટ આપવામાં આવ્યું છે.
હાલ તેલંગાણા, ઓડિશા, તમિલનાડુ અને ગંગીય પશ્ચિમ બંગાળના વિવિધ ભાગોમાં હીટવેવની સ્થિતિ બનેલી છે. જ્યાં મહત્તમ તાપમાન સામાન્યથી 3-5 ડિગ્રી સેલ્સિયસ ઉપર છે. તેલંગાણાના વિદર્ભના કેટલાક ભાગોમાં મહત્તમ તાપમાન 42-45 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે છે.
સૌરાષ્ટ્ર, કચ્છ, કર્ણાટક, પૂર્વી રાજસ્થાન, પશ્ચિમી રાજસ્થાન અને પશ્ચિમી મધ્ય પ્રદેશમાં 6-8 મે સુધી હીટવેવની સ્થિતિ રહેશે. આજે તમિલનાડુ, તટીય આંધ્રપ્રદેશ અને યનમ, આંતરિક કર્ણાટક, ઓડિશા, ગંગીય પશ્ચિમ બંગાળ, પુડુચેરી અને કરાઈકલ, રાયલસીમા, છત્તીસગઢ અને તેલંગાણામાં તીવ્ર ગરમી પડશે.