અલ્ટ્રા લો કોસ્ટ એરલાઇન GoFirst એ નાદારી પ્રક્રિયા માટે અરજી કરી છે. તેમજ એરલાઈન્સ દ્વારા ત્રણ દિવસ માટે બુકિંગ અને શિડ્યુલ ફ્લાઈટ્સ કેન્સલ કરવામાં આવી છે. આવી સ્થિતિમાં રિફંડને લઈને ટિકિટ બુક કરાવનારા મુસાફરોના મનમાં તેમના પૈસા કેવી રીતે મળશે તે અંગે દ્વિધા હતી.
GoFirst એરલાઇન ક્રાઇસિસ હાઇલાઇટ્સ
1. GoFirst એરલાઇન વતી મંગળવારે કહેવામાં આવ્યું છે કે ભંડોળના અભાવને કારણે, તે 3 મેથી 5 મે સુધી તેનું સંચાલન બંધ રાખશે. તેમજ એરલાઈને NCLTમાં નાદારી પ્રક્રિયા માટે અરજી કરી હતી.
2. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું કે ભારત સરકાર GoFirst એરલાઈન્સને દરેક શક્ય રીતે મદદ કરી રહી છે. મુસાફરો માટે વૈકલ્પિક ફ્લાઇટની વ્યવસ્થા કરવી એ એરલાઇનની ફરજ છે જેથી મુસાફરોને કોઇપણ પ્રકારની અસુવિધા ન થાય.
3. બુધવારે, DGCA દ્વારા GoFirst એરલાઇનને 3 મે થી 5 મે સુધીની ફ્લાઇટ્સ રદ કરવા વિશે અગાઉથી જાણ ન કરવા બદલ નોટિસ આપવામાં આવી છે.
4. એરલાઈન કહે છે કે પ્રેટ એન્ડ વ્હીટની એન્જિનની નિષ્ફળતાને કારણે કંપનીને તેના કાફલાના 50 ટકાથી વધુ ગ્રાઉન્ડ કરવાની ફરજ પડી છે અને કંપનીને નુકસાન થઈ રહ્યું છે. આ કારણે તે પોતાની નાણાકીય જવાબદારીઓ પૂરી કરી શકે તેવી સ્થિતિમાં નથી.
5. GoFirst એરલાઇનને વિશ્વાસ હતો કે કંપની એપ્રિલના અંત સુધીમાં પ્રમોટર ઇક્વિટી અને બેંક લોન દ્વારા નાણાકીય સહાય મેળવશે, પરંતુ તેમ થઈ શક્યું નહીં.
પ્રેટ એન્ડ વ્હિટનીએ એક નિવેદન જારી કર્યું
એન્જિનની નિષ્ફળતાના એરલાઇનના આરોપના જવાબમાં, પ્રેટ એન્ડ વ્હિટનીએ એક નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે, “અમે અમારા એરલાઇન ગ્રાહકોની સફળતા માટે પ્રતિબદ્ધ છીએ અને તમામ ગ્રાહકોના ડિલિવરી સમયપત્રકને પ્રાથમિકતા આપીએ છીએ.”
રિફંડ કેવી રીતે મેળવવું?
તમને જણાવી દઈએ કે, ફ્લાઈટ્સ કેન્સલ કરવા અંગે માહિતી આપતાં GoFirst એરલાઈને કહ્યું કે ટૂંક સમયમાં જ તે તમામ મુસાફરોને રિફંડ આપવામાં આવશે જેમણે ટિકિટ બુક કરાવી હતી. જો કે, આ રિફંડ પેમેન્ટ મોડ પર નિર્ભર રહેશે. ઉદાહરણ તરીકે, જો તમે ટ્રાવેલ એજન્ટ દ્વારા બુક કરાવ્યું હોય, તો તમારું રિફંડ તેની પાસે આવશે. બીજી તરફ, જો તમે ઓનલાઈન બુકિંગ કર્યું છે, તો પૈસા સીધા તમારા ખાતામાં આવશે.