મેથીના ગોટા (મેથી પકોડા) એક લોકપ્રિય ગુજરાતી નાસ્તો છે. વરસાદ માટે ફરસાણની દુકાન જેવા જાળીદાર મેથીના ગોટા (ભજીયા) બનાવવાની રેસિપી આજે ગુજરાતી જાગરણ તમને જણાવશે. વરસાદની સિઝનમાં ગુજરાતના મોટા ભાગના ઘરોમાં ભજીયા બનતા હોય છે. આજે ફરસાણની દુકાને મળતા ટેસ્ટી અને જાળીદાર ભજીયા જો ઘરે જ બને તો. આજે અહીં જણાવેલી રીતે જો તમે ટ્રાય કરશો તો તમારા મેથીના ગોટા પણ સ્વાદિષ્ટ બનશે.
મેથીના ગોટા બનાવવાની સામગ્રી
- લીલી મેથી,
- ચણાનો લોટ,
- મીઠું,
- તેલ,
- અજમો,
- ખારો,
- પાણી,
- લીલા મરચા,
- કોથમરી,
- લીંબુના ફૂલ,
- મરચું પાવડર,
- હળદર,
- ધાણાજીરૂ.
મેથીના ગોટા બનાવવાની રીત
સ્ટેપ-1
સૌ પ્રથમ મેથીને પાણીથી ધોઈને સાફ કરીને તેના પાંદડા સમારી લો.
સ્ટેપ-2
હવે એક બાઉલમાં ચણાનો લોટ અને તમામ સામગ્રી નાખીને સારી રીતે મિક્સ કરી લો.
સ્ટેપ-3
હવે તેમાં થોડું થોડું પાણી ઉમેરીને સ્મૂધ બેટર બનાવી તેમાં સમારેલી મેથી ઉમેરીને મિક્સ કરી લો.
સ્ટેપ-4
હવે કડાઈમાં તેલ ગરમ કરો અને તેમાં મેથીના ગોટા બનાવીને મૂકો અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો. તૈયાર છે આપણા મેથીના ભજીયા તમે ચટણી સાથે ગરમા-ગરમ સર્વ કરી શકો છો.