spot_img
HomeTechiPhoneના માલિકના મૃત્યુ બાદ મોબાઈલને કેવી રીતે કરવો અનલોક? જાણો આ 2...

iPhoneના માલિકના મૃત્યુ બાદ મોબાઈલને કેવી રીતે કરવો અનલોક? જાણો આ 2 રીત

spot_img

સિક્યુરિટી બાબતે iPhoneનું નામ સૌથી પ્રથમ નંબરે આવે છે. તમામ કંપનીઓ હજુ સુધી iPhoneની સુરક્ષા મુદ્દે ટક્કર આપી શકી નથી, જો કે, કંપનીઓ તેના માટે કોશિશ કરી રહી છે, પરંતુ હજુ સુધી સફળતા મળી નથી. આ જ કારણથી આટલી મોંઘી કિંમતનો ફોન લાખો લોકોના હાથમાં જોવા મળે છે. જો કે હવે ઈએમઆઈની સુવિધા હોવાના કારણે કેટલાક વર્ષોથી ખરીદનારાઓની સંખ્યામાં વધારો થયો છે. પરંતુ દરેક લોકોના iPhone ખરીદવા પાછળનું કારણ સુરક્ષા અને ફોનના એડવાન્સ ફિચર પણ છે.

દરેક લોકો ફોનમાં પોતાની પ્રાઈવસી રાખતા હોય છે. કેટલાક યુજર્સ મહત્ત્વના દસ્તાવેજો પણ ફોનમાં રાખતા હોય છે. અને તેની પ્રાઈવસી બાબતે ફોનમાં લોકનો ઉપયોગ કરતાં હોય છે. પરંતુ જ્યારે આઈફોનની વાત કરીએ તો જ્યારે iPhone માલિકના મૃત્યુ બાદ તેના પાસવર્ડની જાણકારી ન હોવા પર ફોનને અનલોક કરવો ઘણું અઘરુ અને કઠિન કામ છે.

iPhoneના માલિકના મૃત્યુ બાદ આઈફોનને અનલોક કેવી રીતે કરશો

iPhoneના માલિકના મૃત્યુ બાદ ફોનમાં સ્ટોર થયેલા મહત્ત્વના દસ્તાવેજ, ફોટોસ વગેરે મેળવવા માટે અનલોક કેવી રીતે કરવો તેના વિશે વિચારતા હોય છે. પહેલા તો તમને પાસવર્ડ ક્રેક કરવાનો વિચાર આવશે. પરંતુ iPhoneનો પાસવર્ડ ક્રેક કરવો આસાન નથી. તેના માટે તમારે એક પ્રોસેસ કરવી પડશે. અને આ પ્રક્રિયા માત્ર સરકારી એજન્સીઓ જ જાણતી હોય છે. ભારતીય કાયદા પ્રમાણે iPhone યુજર્સના પર્સનલ ડેટા મેળવવા સરળ નથી.

How to unlock mobile after death of iPhone owner? Learn these 2 ways

આ ટિપ્સ આવી શકે છે કામ

iCloud દ્વારા ડેટા રિકવર કરી શકાય છે

જો તમારી પાસે તમારા પ્રિયજનનું iCloud એકાઉન્ટના લોગિન આઈડી અને પાસવર્ડ છે, તો તમે તેના આઈફોન અનલોક કરી શકો છો. જોકે તેમના ફોનમાં iCloud એકાઉન્ટ હોવું જરુરી છે, નહીં તો તેમાં મુશ્કેલી આવી શકે છે. એટલે કે જો યુઝરના iPhoneમાં iCloud એકાઉન્ટ હોય તો આસાનીથી વેબસાઈટ પર જઈ લોગીન કરી પાસવર્ડ રિસેટ કરી iPhone અનલોક કરી શકાય છે.

Apple સહાયતા કેન્દ્રનો સંપર્ક કરી મદદ લઈ શકાય છે

જો તમે એપલના પાસવર્ડ પોલીસી વિશે જાણતા નથી, તો એવો લોકો માટે તેમના સ્વજનના મૃત્યુ પછી iPhoneને અનલોક કરવો આસાન નથી. પરંતુ આવા સંજોગોમાં તમે એપલ સપોર્ટ સેન્ટરનો સંપર્ક કરી કોશિશ કરી શકો છો.

 

spot_img
spot_img
RELATED ARTICLES
spot_img
- Advertisment -spot_img

Most Popular