કાજલ આંખોની ખૂબસુરતી વધારવાની સાથે-સાથે આપણાં લુકમાં ચાર ચાંદ લગાવે છે. ઘણી છોકરીઓ રૂટિનમાં કાજલ લગાવતી હોય છે. કોઇ પણ મેક અપમાં કાજલ મહત્વનો ભાગ ભજવે છે. પરંતુ ક્યારેક-ક્યારેક મેક અપ સાથે જોડાયેલી અનેક સમસ્યાઓ તમારો ફેસ બગાડવાનું કામ કરે છે. આ માટે મેક અપ પ્રોપર રીતે થાય એ ખૂબ જરૂરી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો ગરમીમાં કાજલ સ્પ્રેડ વધારે થાય છે. આ કારણે ચહેરો ખરાબ લાગે છે અને મોં બગડી જાય છે. પરંતુ આજે અમે તમને કેટલીક એવી ટ્રિક્સ વિશે જણાવીશું જેની મદદથી તમારી કાજલ ફેલાશે નહીં અને મસ્ત રહેશે. આ સાથે પરસેવાની કોઇ અસર નહીં થાય.
આ ટિપ્સ કામની છે
કોમ્પેક્ટ પાવડર ઉપયોગી છે
કાજલ લગાવતા પહેલાં આઇલિડ અને આંખોની આસપાસ કોમ્પેક્ટ પાવડર લગાવી દો. આ જગ્યાએ તમે સામાન્ય પાવડર તેમજ ટેલકમ પાવડર પણ લગાવી શકો છો. પાવડર તમારી ત્વચા પરના વધારાના ઓઇલને સુકવવાનું કામ કરે છે, જેના કારણે કાજલ ફેલાતી નથી. આ માટે થોડો પાવડર લો અને એને બ્રશ તેમજ કોટન બોલથી લગાવો.
વોટર પ્રૂફ કાજલ
આજકાલ બજારમાં સરળતાથી વોટરપ્રુફ કાજલ મળી રહે છે. વોટરપ્રુફ કાજલની ખાસિયત એ હોય છે કે આ ચહેરા પર પરસેવો તેમજ પાણી અડે તો પણ ફેલાતી નથી. આ સાથે વોટરપ્રુફ કાજલ લાંબા સમય સુધી ટકી રહે છે.

ત્વચા ક્લિન કરો
કાજલ લગાવતા પહેલાં આંખોની આસપાસની સ્કિનને નેપકિન તેમજ કોટન વાઇપ્સની મદદથી ત્વચાને સાફ કરો. આમ કરવાથી સ્કિન પરનું તેલ અને પરસેવો સાફ થઇ જાય છે.