Astrology News: વાસ્તુ શાસ્ત્ર અનુસાર લિવિંગ રુમ એટલે બેઠક ઘરનો મહત્વનો હિસ્સો હોય છે. લિવિંગ રૂમ જોઇને જ લોકો તમારા વૈભવનો અંદાજો લગાવી શકે છે.
• લિવિંગરૂમને વાસ્તુ પ્રમાણે બનાવો
• ઇલેક્ટ્રોનિક આઇટમ દક્ષિણમાં રાખો
• લિવિંગરૂમ પર પડે છે વાસ્તુની અસર
ખાસ કરીને લોકો પોતાના લિવિંગરૂમની સજાવટ પર વિશેષ ધ્યાન આપતા હોય છે. તેમ છતાં અજાણતા કેટલીક ભૂલો થઇ જતી હોય છે અને તેની સીધી અસર આપણા જીવન પર પડે છે. લિવિંગરૂમમાં વાસ્તુના નિયમો દ્વારા જ સજાવટ કરવી જોઇએ.
વાસ્તુશાસ્ત્ર અનુસાર મકાન જો પૂર્વ કે ઉત્તરમુખી છે તો બેઠક એટલે કે લિવિંગને પૂર્વોત્તર દિશા એટલે કે ઇશાન કોણમાં રાખવો જોઇએ. જો મકાન પશ્ચિમમુખી છે તો લિવિંગરૂમને વાયવ્ય કોણમાં રાખવુ જોઇએ.
લિવિંગરૂમના પૂર્વ કે ઉત્તર દિશામાં બારીઓ હોવી ખુબ જશુભ માનવામાં આવે છે. આ રૂમની દિવાલોનો રંગ સફેદ, પીળો, આસમાની કે આછો લીલો હોવો જોઇએ. લાલ કે ઘાટો વાદળી કે તેજ રંગોથી દિવાલો ન રંગવી જોઇએ. સાથે જ રુમમાં બારી અને દરવાજા પર રહેલા પરદા પણ મેચિંગ જ રાખવા જોઇએ.
લિવિંગ રૂમમાં હંસનો ફોટો લગાવવો જોઇએ. હંસના ફોટાને શુભ માનવામાં આવે છે. વૈચારિક મતભેદથી બચવા માટે સંયુક્ત પરિવારની તસવીર લગાવવી જોઇએ.
• લિવિંગ રુમ ઉત્તર પૂર્વ, પશ્ચિમ કે ઉત્તર પશ્ચિમમાં બનાવવો જોઇએ
• બીમ નીચે સોફો કે ખુરશી ક્યારેય ન રાખવી જોઇએ, ત્યાં બેસનાર લોકોને હંમેશા તણાવ રહે છે
• ટીવી, મ્યૂઝીક સિસ્ટમ જેવા ઇલેક્ટ્રોનિક ઉપકરણો દક્ષિણ દિશામાં રાખવા જોઇએ
• સિલિંગ વચ્ચે જો ઝૂમર છે તો તેને એવી રીતે લગાવો કે વચ્ચે જગ્યા ખાલી રહે
• લિવિંગરૂમમાં તાજા ફૂલ ખાસ રાખો,તેનાથી ઘરમાં આવનાર લોકો વચ્ચે સારા સબંધ પાંગરે છે
• મેઇન એન્ટરેન્સ પર ઓમ કે સ્વસ્તિક જરૂર લગાવવુ જોઇએ