પુરૂષોને જેટલું ટ્રાવેલ કરવું ગમે છે, તેટલું જ મહિલાઓને પણ ટ્રાવેલ કરવાનું પસંદ હોય છે. જો કે, મુસાફરી દરમિયાન મહિલાઓ અને પુરૂષોની સ્થિતિમાં ચોક્કસપણે થોડો તફાવત છે. જેમ કે, જો કોઇ પુરૂષને કોઇ ટ્રીપ પર જવાનું હોય તો તે મિત્રો સાથે ગમે ત્યારે ગમે ત્યાં જઇ શકે છે. જો કે, મહિલાઓ મુસાફરી પર જતા પહેલા ઘણું વિચારે છે. પરિવાર કે સાથે પુરૂષો હોય તો તેમના માટે યાત્રા સુરક્ષિત ગણી શકાય છે.
એકલી મુસાફરી કરતી વખતે મહિલાઓને ઘણા પડકારોનો સામનો કરવો પડી શકે છે. સૌથી મોટો પડકાર સુરક્ષાનો છે. સામાજિક સંદર્ભોમાં એકલા મુસાફરી કરવી એ સમયે સ્ત્રીઓ માટે પડકારજનક હોઇ શકે છે, ખાસ કરીને જ્યારે તેઓ નવી જગ્યાએ હોય.
જો કે, આજના સમયમાં મહિલાઓ સશક્ત બની છે, પરંતુ મહિલાઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આસપાસના વાતાવરણ અને સ્થળોને પણ અપડેટ કરવામાં આવી રહ્યા છે. આ વર્ષે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસર પર માતા-પુત્રી, બહેનો કે મિત્રો સાથે ફરવા જવાનો પ્લાન બનાવી શકો છો. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 8 માર્ચે છે. આ અવસર સારો છે કે, કોઇ ખૂબસૂરત પ્રવાસન સ્થળ પર મહિલાઓ જાય અને મહિલા દિવસની ઉજવણી કરે.
ઋષિકેશ
જો ગર્લ ગેંગને એડવેંચર્સનો શોખ છે તો ઋષિકેશમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરો. અહીં તમને વ્હાઇટ-વોટર રાફ્ટિંગ, બંજી જમ્પિંગ અને ટ્રેકિંગ જેવા એડવેન્ચર કરવાની તક મળશે.
કુફરી
હિમાચલ પ્રદેશમાં શિમલા નજીક આવેલું એક નાનું હિલ સ્ટેશન છે, જેનું નામ કુફરી છે. તમે સુંદર તળાવો, બરફથી ઢંકાયેલા પર્વતો અને ઘણા મનોરમ્ય દ્રશ્યો જોઇ શકો છો. મહિલા સુરક્ષાની દ્રષ્ટિએ આ સ્થળ શ્રેષ્ઠ પ્રવાસન સ્થળ છે.
પ્રિંસેપ ઘાટ
કોલકત્તામાં જોવા માટે પ્રિન્સેપ ઘાટ એ પણ શ્રેષ્ઠ સ્થળ છે. તમે આ ઘાટ પર બોટિંગ પણ કરી શકો છો. બોટીંગ કરવા માટે 1 કલાકના 500 રુપિયા ચૂકવવા પડે છે. તમને ઘાટના કિનારે વિવિધ પ્રકારના કોલકત્તાના ફૂડ સ્ટોલ્સ પણ જોવા મળશે. આ ઘાટ કોલકત્તાના સૌથી શાંત સ્થળોમાંનું એક છે. આ ઘાટ છાયાવાળા વૃક્ષો અને બગીચાઓથી ઘેરાયેલો છે. અહીં તમે એકલા બેસીને હળવાશની પળો પસાર કરી શકો છો.
મુન્નાર
ભારતના સૌથી સુરક્ષિત પર્યટન સ્થળોમાંનું એક છે. મહિલાઓ અહીં ચાના બગીચા, કુદરતી સૌંદર્ય અને હરિયાળી જોવા જઇ શકો છો. સોલો મહિલા મુસાફરો માટે આ એક સારું સ્થળ છે.
જયપુર
પિંક સિટી તરીકે જાણીતું જયપુર, સુરક્ષાની દ્રષ્ટિએ મહિલા મુસાફરો માટે એક ઉત્તમ સ્થળ છે. જયપુરમાં તમે હવા મહેલ, સિટિ પેલેસ, આમેર ફોર્ટ, જંતર-મંતર, નાહરગઢ કિલ્લો, જયગઢ કિલ્લો, બિરલા મંદિર, ગોવિંદ દેવજી મંદિરના દર્શન કરી શકો છો.
દાર્જિંલિંગ
પશ્ચિમ બંગાળના શહેર દાર્જિલિંગને ક્વિન ઓફ હિલ્સ કહેવામાં આવે છે. દાર્જિલિંગ હંમેશાં મહિલા મુસાફરો માટે પ્રિય સ્થળ રહ્યું છે. આ નાના શહેરમાં, બૌદ્ધ મઠો, પ્રાણી સંગ્રહાલયો, કુદરતી સૌંદર્ય, સારુ હવામાન અને જોવા માટે ઘણા સ્થળો છે. દાર્જિલિંગ ચાના બગીચા, પર્વતો, મંદિરો, મઠો અને કુદરતી સૌંદર્ય માટે જાણીતું છે. તમે ત્યાં ટોય ટ્રેનનો આનંદ પણ માણી શકો છો.
હાવડા બ્રિજ
આ બ્રિજને કોલકત્તાના એક ફેમસ પર્યટન સ્થળ તરીકે માનવામાં આવે છે. આ બ્રિજની મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય સવાર અને સાંજનો છે, કારણ તે અહીંથી દ્રશ્ય ખરેખર જોવાલાયક છે. સવારે અને સાંજે સૂર્યોદયનો નજારો રંગીન રોશનીના કારણે સારો લાગે છે. બ્રિજની લંબાઇ 705 મીટર છે અને તે 30 મીટર પહોળો છે. આ બ્રિજ પર જવા માટે તમે કોલકત્તાથી ગમે તે જગ્યા પરથી બસ, ટેક્સી અને કાર વડે જઇ શકો છો.
પુડુચેરી
ફ્રેન્ચ કોલોનિયલ આર્કિટેક્ચર અને શાંત દરિયાકિનારા માટે જાણીતું છે, પુડુચેરી એક બજેટ ફ્રેન્ડલી વેકેશન ટ્રીપ બની શકે છે.
હિમાચલ પ્રદેશ
હિમાચલમાં મેકલિયોડ ગંજ જે લિટલ લ્હાસા તરીકે પણ ઓળખાય છે. ગર્લ ગેંગ સાથે ફરવા માટે આ શ્રેષ્ઠ સ્થાન છે.
કર્ણાટક
ગોકર્ણ કર્ણાટકમાં સ્થિત છે, તે પ્રાચીન દરિયાકિનારા, બજેટ-ફ્રેંડલી ગેસ્ટહાઉસ અને શાંત વાતાવરણ માટે જાણીતું છે.
અજોધ્યા હિલ્સ
તે કોલકત્તાનું સૌથી સુંદર હિલ સ્ટેશન છે. કોલકત્તાથી અહીં પહોંચવામાં તમને 1.30 કલાકનો સમય લાગશે. તે પ્રશ્ચિમ બંગાળના પુરુલિયા જિલ્લામાં સ્થિત છે. પૌરાણિક કથાઓ અનુસાર, એવું માનવામાં આવે છે કે ભગવાન શ્રી રામ અને માતા સીતાએ વનવાસ દરમિયાન અહીં સમય પસાર કર્યો હતો. અહીં તમે ઝાલદા અને સિરકાબાદ એમ બે રુટ પરથી આવી શકો છો. અહીં તમે ટ્રેકિંગ અને રોક ક્લાઇમ્બિંગ માટે જઇ શકો છો. પ્રવાસીઓને આ સ્થાનને પહાડો, ઝરણા અને જંગલો માટે પસંદ છે.