spot_img
HomeAstrologyતમારા ઘરમાં આ ગુલાબી ફૂલ લગાવશો તો નસીબ એવી પલટી મારશે કે...

તમારા ઘરમાં આ ગુલાબી ફૂલ લગાવશો તો નસીબ એવી પલટી મારશે કે તમે ક્યારેય વિચાર્યું પણ નહીં હોય

spot_img

વાસ્તુ શાસ્ત્રમાં અનેક છોડ, વૃક્ષ અંગે જણાવવામાં આવ્યું છે. જેને ઘરમાં લગાવવાથી અનેક પ્રકારની મુશ્કેલીથી છુટકારો મેળવી શકાય છે. વાસ્તુ શાસ્ત્રમાં વૃક્ષ, ફૂલછોડના સકારાત્મક પ્રભાવથી ધન લાભ, જીવનમાં પ્રગતિ, ગ્રહ દોષ, લગ્ન વગેરે અંગે જણાવવામાં આવ્યું છે.  વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરની સુંદરતા સાથે ફૂલોનો સંબંધ જીવનના સૌભાગ્ય સાથે પણ જોડાયેલો છે. આવું પિયોનિયાનું ફૂલ છે. ચાલો જાણીએ તેને ઘરે લગાવવાના ફાયદા.

 

 

  • પિયોનિયાનું ફૂલ ગુલાબી રંગનું હોય છે. તેને ફૂલોની રાણી કહેવામાં આવે છે. આ ફૂલ સૌદર્ય, રોમાંસનું પ્રતીક માનવામાં આવે છે. પરિવારમાં મનભેદ દૂર કરવા માટે આ છોડને ઘરમાં લગાવવો ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.
  • જો યુવક-યુવતીના લગ્નમાં અડચણો આવતી હોય તો પાયોનિયાના ફૂલ કે ચિત્રો દોરવા. એવું માનવામાં આવે છે કે આનાથી લગ્નની તકો જલ્દી બને છે અને ઈચ્છિત જીવનસાથી મેળવવાની ઈચ્છા પણ પૂરી થાય છે. આ ફૂલના પોઝિટિવ વાઇબ્સ જલદી લગ્ન કરાવવામાં સહાયક સાબિત થાય છે.
  • સુખી જીવન માટે દક્ષિણ-પશ્ચિમ ખૂણામાં પિયોનિયાનો છોડ લગાવો. આ સમૃદ્ધિ લાવે છે અને સંપત્તિના આગમનનો માર્ગ ખોલે છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર આમ કરવામાથી ઘરમાં પ્રસન્નતા આવે છે અને સંબંધમાં આવતી કડવાશ પણ દૂર થાય છે.
  • કહેવાય છે કે મુખ્ય દ્વારની જમણી બાજુએ પિયોનિયાનો છોડ લગાવવાથી ખરાબ શક્તિઓ ઘરમાં પ્રવેશતી નથી. આ છોડ તમામ નકારાત્મકતા દૂર કરે છે.
  • જો પતિ-પત્ની વચ્ચે ઝઘડો કે પરસ્પર સમાધાન ન થતું હોય તો બેડરૂમમાં પિયોનિયાનો છોડ લગાવવો જોઈએ. તેના ચિત્રો પણ લગાવી શકાય છે, તેનાથી દાંપત્ય જીવનમાં મધુરતા આવે છે.

 

spot_img
spot_img
RELATED ARTICLES
spot_img
- Advertisment -spot_img

Most Popular