તાલાલા માર્કેટ યાર્ડ ખાતે મોટી માત્રામાં ખેડૂતો પોતાની કેરીનું વેચાણ કરવા માટે પહોંચ્યા હતા ત્યારે કેરીની સિઝનની રેકોર્ડબ્રેક આવક નોંધાઈ છે. એક જ દિવસમાં 11 હજારથી વધુ કેરીના બોક્સ આવતા કેરીના બોક્સના ભાવમાં પણ ઘટાડો થયો છે, જેને લઇને જૂનાગઢનો માર્કેટિંગ યાર્ડ કેસર કેરીથી ઉભરાતું જોવા મળી રહ્યું છે. આ પ્રકારની આવકની અપેક્ષા જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં કેરીની દલાલી સાથે સંકળાયેલા વેપારીઓને પણ અંદાજવામાં આવી નહોતી.
મહત્ત્વનું છે કે, શરુઆતમાં કેરીના બોક્સના ભાવ 3 હજાર રૂપિયા સુધી બોલાયા હતા પરંતુ હાલ છેલ્લા આંઠેક દિવસથી આવકમાં વધારો થયો છે. ગઈકાલે સિઝનની રેકોર્ડ બ્રેક આવક જૂનાગઢ યાર્ડમાં નોધાતા એક જ દિવસમાં 11,310 બોક્સની આવક થયેલ છે. ગઈકાલે કેરીના બોક્સના ભાવ 600થી 2000 રૂપિયા સુધીના રહ્યા હતા.
ગીરની મીઠી મધુર અને વિશ્વવિખ્યાત કેસર કેરીની આજે તાલાલાગીરમા સત્તાવાર રીતે મેંગો માર્કેટયાર્ડમાં એન્ટ્રી થઈ છે. ગત વર્ષ કરતાં આ વર્ષે ત્રણ ગણી કેરીની આવક થતા કેરીના રસિયાઓમાં ખુશીનો માહોલ છે ગત વર્ષની સરખામણીએ આ વખતે ત્રણ ગણા બોક્સ યાર્ડમાં પહોંચ્યા છે. જેના કારણે કેરીનો ભાવ આજે 600થી 2000 રૂપિયા સુધીની હરાજીમાં બોલાયા હતા.
માર્કેટ યાર્ડ ખાતે ભારે માત્રામાં ખેડૂતો પોતાની કેરીનું વેચાણ કરવા પહોંચ્યા હતા. ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહ્યાનું યાર્ડના સેક્રેટરી દિવ્યેશ ગજેરા જણાવ્યું છે આ વખતે કેરીનું ઉત્પાદન પણ સારું છે. આવકમાં હજુ આગામી 10 દિવસ પછી એકસાથે 20 હજાર બોક્સની આવક થશે. હજુ કેરીની સિઝન એકાદ મહિનો ચાલશે. ચાલું મેં મહિનામાં 10 દિવસમાં બે દિવસ વચ્ચે રજાના બાદ કરતા 8 દિવસમાં કુલ 64,110 બોક્સ કેરીના આવક થયેલ છે.
કેરીની આવક-ભાવ
તારીખ | બોક્સ | સરેરાશ ભાવ (10 કિલોના બોક્સ) |
1-5 | 4530 | 700-2500 |
2-5 | 7460 | 800-2600 |
3-5 | 8310 | 800-3000 |
4-5 | 7430 | 600-3000 |
6-5 | 7320 | 700-2000 |
8-5 | 8360 | 800-2600 |
9-5 | 9,390 | 1000-2400 |
10-5 | 11,310 | 600-2000 |