spot_img
HomeGujaratLok Sabha Election 2024: નવસારીમાં સી.આર.પાટીલે મેળવી ચાર લાખથી વધુની લીડ સાથે...

Lok Sabha Election 2024: નવસારીમાં સી.આર.પાટીલે મેળવી ચાર લાખથી વધુની લીડ સાથે જીત, કોંગ્રેસે સ્વીકારી હાર

spot_img

Lok Sabha Election 2024:  લોકસભા ચૂંટણીમાં ગુજરાતનો જંગ ભાજપ માટે એકતરફી હતો. તેમ છતાં કોંગ્રેસ દ્વારા ટક્કર આપવામાં આવી હતી. નવસારી લોકસભા બેઠક પર સતત જીતતા આવેલા ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની સામે બાથ ભીડવા માટે કોંગ્રેસના વરિષ્ઠ નેતા નૈષધ દેસાઈ મેદાનમાં ઉતર્યા હતાં. જો કે, પોણા પાંચ લાખ કરતાં વધુ મતની લીડ પાટીલને મળતાં નૈષધ દેસાઈએ હાર સ્વીકારી લીધી હતી.

મતદારોને આકર્ષવામાં નિષ્ફળ

હાર સ્વીકારતાં કોંગ્રેસના નેતા નૈષધ દેસાઈએ કહ્યું કે, અમે ભાજપના કદાવર નેતાને પ્રચંડ તાકાતથી હરાવવા માટે સામનો કર્યો હતો. પરંતુ મતદારોને કોંગ્રેસ આકર્ષવામાં સફળ રહી નથી. જે અમારી કમનસીબી છે. વહીવટી તંત્રમાં ભય અને લોભ નીચે કામ થઈ રહ્યું છે. પંચાયતથી લઈને પાલિકા અને વિધાનસભા દરેક જગ્યાએ ભાજપનું શાસન છે. છતાં પણ અમારા કાર્યકરો અને મતદારો કોંગ્રેસને વળગી રહ્યાં છે.

બોગસ મતદાનનો આક્ષેપ

નૈષધ દેસાઈએ હારનું ઢીકરું ફોડતાં કહ્યું કે, મતદાનના છેલ્લા બે કલાકમાં ખૂબ બોગસ વોટિંગ થયું હતું. અમે ફરિયાદ પણ કરી હતી. જો કે, ભાજપના રાજમાં આ બધું થવાનું છે. અમે ગાંધીચીંધ્યા માર્ગે અને ગાંધીવેશમાં પ્રચાર કર્યો હતો. લોભ લાલચ ભાજપે ખૂબ લોકોને આપી હતી. ક્યાંક લોકોને ડરાવ્યા પણ છે. જો કે, આ ભાજપની નહીં પરંતુ તાનાશાહીની જીત છે.

spot_img
spot_img
RELATED ARTICLES
spot_img
- Advertisment -spot_img

Most Popular