spot_img
HomeLatestNationalLoksabha Election Result 2024: UPમાં સપાએ વધાર્યું યોગીનું ટેન્શન, ભાજપને છોડ્યું પાછળ,...

Loksabha Election Result 2024: UPમાં સપાએ વધાર્યું યોગીનું ટેન્શન, ભાજપને છોડ્યું પાછળ, મહારાષ્ટ્રમાં પણ ભાજપને ભારે નુકસાન

spot_img

Loksabha Election Result 2024: લોકસભાની 542 બેઠકોની મતગણતરી શરૂ થઈ ગઈ છે. પ્રારંભિક વલણોમાં,NDA 292, I.N.D.I.A. 223 બેઠકો પર આગળ છે.પોસ્ટલ બેલેટની પ્રથમ ગણતરી કરવામાં આવી હતી. હવે ઈવીએમથી મત ગણતરી શરૂ થઈ ગઈ છે. આગામી 3 કલાકમાં નવી સરકારની સ્થિતિ લગભગ સ્પષ્ટ થઈ શકે છે.

16 માર્ચે ચૂંટણી પંચે 7 તબક્કામાં 543 લોકસભા બેઠકો માટે મતદાનની તારીખોની જાહેરાત કરી હતી. વડાપ્રધાન મોદીની વારાણસી સહિત 57 બેઠકો પર 19 એપ્રિલથી મતદાન શરૂ થયું હતું, જે 1 જૂને સમાપ્ત થયું હતું. 44 દિવસની આ ચૂંટણી 1952 પછી સૌથી લાંબી હતી. તે 1952માં 4 મહિના સુધી ચાલી હતી. અગાઉ તે સામાન્ય રીતે 30થી 40 દિવસમાં સમાપ્ત થતી હતી.

1 જૂનના રોજ જાહેર થયેલા 12 મુખ્ય એક્ઝિટ પોલ અનુસાર ભાજપ સતત ત્રીજી વખત સરકાર બનાવશે તેવું લાગી રહ્યું છે.

મહારાષ્ટ્રમાં ભાજપને મોટું નુકસાન, 48માંથી 25 બેઠકો પર INDIA ગઠબંધન આગળ

મહારાષ્ટ્રમાં NDA 21 અને મહાવિકાસ અઘાડી 25 સીટો પર આગળ ચાલી રહી છે. બે અપક્ષ ઉમેદવારો લીડમાં છે. NDAઃ ભાજપ 15 અને શિંદે જૂથ 6 બેઠકો પર આગળ છે. મહાવિકાસ અઘાડીઃ કોંગ્રેસ 7, શિવસેના ઉદ્ધવ જૂથ 10 બેઠકો અને NCP (શરદ પવાર જૂથ) 8 બેઠકો પર આગળ છે.

ઈન્દોરમાં નોટાએ બિહારનો રેકોર્ડ તોડ્યો

ઈન્દોરમાં નોટાને 51 હજારથી વધુ વોટ મળ્યા. સવારે 10.30 વાગ્યા સુધી NOTAને 51 હજારથી વધુ વોટ મળ્યા છે. અત્યાર સુધી આ રેકોર્ડ બિહારની ગોપાલગંજ સીટના નામે હતો. 2019માં દેશમાં સૌથી વધુ 51,600 વોટ મળ્યા હતા. બીજા સ્થાને બિહારની પશ્ચિમ ચંપારણ સીટ હતી જ્યાં NOTAને 45 હજાર 637 વોટ મળ્યા હતા. ત્રીજા સ્થાને છત્તીસગઢની બસ્તર સીટ રહી, જ્યાં NOTAમાં 41 હજાર 667 વોટ પડ્યા.

યુપીની અમેઠી સીટ પર સ્મૃતિ ઈરાની 13954 વોટથી પાછળ છે

અમેઠી સીટ પર 4 રાઉન્ડની મતગણતરી બાદ બીજેપી સાંસદ સ્મૃતિ ઈરાની 13954 વોટથી પાછળ છે. તેમને 29122 વોટ મળ્યા છે, જ્યારે કોંગ્રેસના ઉમેદવાર કિશોરી લાલ શર્માને 43076 વોટ મળ્યા છે.

અમેઠી સીટ પર 4 રાઉન્ડની મતગણતરી બાદ બીજેપી સાંસદ સ્મૃતિ ઈરાની 13954 વોટથી પાછળ છે. તેમને 29122 વોટ મળ્યા છે, જ્યારે કોંગ્રેસના ઉમેદવાર કિશોરી લાલ શર્માને 43076 વોટ મળ્યા છે

spot_img
spot_img
RELATED ARTICLES
spot_img
- Advertisment -spot_img

Most Popular