spot_img
HomeSportsIND vs ENG Semifinal: ભારત-ઈંગ્લેન્ડ મેચ માટે રિઝર્વ ડે રાખવામાં ન આવ્યો?

IND vs ENG Semifinal: ભારત-ઈંગ્લેન્ડ મેચ માટે રિઝર્વ ડે રાખવામાં ન આવ્યો?

spot_img

IND vs ENG Semifinal:  ટી-20 વર્લ્ડ કપ 2024ની બીજી સેમિફાઇનલ મેચ ભારત અને ઇંગ્લેન્ડની ટીમો એકબીજા સામે મેદાનમાં ઉતરશે. પ્રથમ સેમિફાઇનલ મેચ દક્ષિણ આફ્રિકા અને અફઘાનિસ્તાન વચ્ચે રમાશે. આ મેચ માટે રિઝર્વ ડે રાખવામાં આવ્યો છે. પરંતુ બીજી સેમિફાઇનલ મેચ માટે રિઝર્વ ડે રાખવામાં આવ્યો નથી. જો આ મેચ વરસાદને કારણે પ્રભાવિત થશે તો ચાહકોને પરિણામની રાહ જોવી પડી શકે છે.

T20 વર્લ્ડ કપની પ્રથમ સેમિફાઇનલ મેચ દક્ષિણ આફ્રિકા અને અફઘાનિસ્તાન વચ્ચે રમાશે. આ મેચ ત્રિનિદાદમાં રમાશે. જો આ મેચ દરમિયાન વરસાદ પડશે તો તેના માટે વધારાનો સમય મળશે. જો અતિશય વરસાદને કારણે મેચ ન રમી શકાય તો પણ રિઝર્વ ડે પર રમી શકાય છે. પરંતુ બીજી સેમિફાઇનલ માટે રિઝર્વ ડે રાખવામાં આવ્યો નથી.

ભારત-ઈંગ્લેન્ડ મેચ માટે રિઝર્વ ડે કેમ ન રાખવામાં આવ્યો?

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ગુરુવારે ગુયાનામાં બીજી સેમીફાઈનલ મેચ રમાવાની છે. આ પછી શનિવારે ફાઇનલ મેચ રમાવાની છે. બીજી સેમિફાઇનલ અને ફાઇનલ વચ્ચે માત્ર એક દિવસનો સમય છે. આ કારણોસર બીજી સેમિફાઇનલ માટે રિઝર્વ ડે રાખવામાં આવ્યો નથી. જો આ મેચ વરસાદના કારણે રદ્દ થશે તો ટીમ ઈન્ડિયા ફાઈનલમાં જશે. પોઈન્ટ ટેબલમાં ભારતીય ટીમ ટોપ પર છે.

ગયાનામાં વરસાદની શક્યતા –

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની મેચ દરમિયાન વરસાદની સંભાવના છે. જો વધારે વરસાદ થશે તો મેચ રદ્દ થશે. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયા ફાઈનલમાં રમ્યા વિના પહોંચી શકે છે. આ T20 વર્લ્ડ કપમાં ભારતનું શાનદાર પ્રદર્શન જોવા મળ્યું છે. ટીમ ઈન્ડિયા એક પણ મેચ હારી નથી. આથી જો ઈંગ્લેન્ડ મેચ રમે તો પણ તેમના માટે જીત આસાન નહીં હોય.

spot_img
spot_img
RELATED ARTICLES
spot_img
- Advertisment -spot_img

Most Popular