ભારત અને બાંગ્લાદેશ વચ્ચે મહિલા ક્રિકેટમાં T20 અને ODI શ્રેણી રમાશે. આ માટે ટીમ ઈન્ડિયા ઢાકા પહોંચી ગઈ છે.
મહિલા ક્રિકેટમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે T20 અને ODI શ્રેણી રમાશે. આ શ્રેણી માટે ભારતીય મહિલા ટીમ ઢાકા પહોંચી ગઈ છે. ભારત-બાંગ્લાદેશ વચ્ચે 3 T20 અને 3 ODI શ્રેણી રમાવાની છે. આ બંને સીરીઝમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ હરમનપ્રીત કૌર કરશે.
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 9 જુલાઈથી T20 સિરીઝ રમાશે. આ પછી 16મી જુલાઈથી વનડે શ્રેણી શરૂ થશે. આ મેચો ઢાકાના શેરે બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાશે. ટીમ ઈન્ડિયાએ આ શ્રેણી માટે નવા ખેલાડીઓને પણ તક આપી છે.
ભારતે અનુભવી બેટ્સમેન સ્મૃતિ મંધાના, જેમિમાહ રોડ્રિગ્સ અને ઓલરાઉન્ડર દીપ્તિ શર્માને ODI અને T20 બંને ટીમમાં સામેલ કર્યા છે. પ્રિયા પુનિયાને વનડે ટીમમાં જગ્યા મળી છે. દેવિકા વૈદ્ય પણ તેનો એક ભાગ છે. મેઘનાને ટી-20 સિરીઝ માટે ટીમમાં જગ્યા મળી છે.
ભારતની T20 ટીમ: હરમનપ્રીત કૌર (કેપ્ટન), સ્મૃતિ મંધાના (વાઈસ-કેપ્ટન), દીપ્તિ શર્મા, શેફાલી વર્મા, જેમિમાહ રોડ્રિગ્સ, યાસ્તિકા ભાટિયા (વિકેટકીપર), હરલીન દેઓલ, દેવિકા વૈદ્ય, ઉમા છેત્રી (વિકેટકીપર), અમનજોત કૌર , પૂજા વસ્ત્રાકર , મેઘના સિંહ , અંજલિ સરવાણી , મોનિકા પટેલ , રાશિ કનોજિયા , અનુષા બારેદી , મિનુ મણિ.
ભારતની ODI ટીમઃ હરમનપ્રીત કૌર (કેપ્ટન), સ્મૃતિ મંધાના (વાઈસ-કેપ્ટન), દીપ્તિ શર્મા, શફાલી વર્મા, જેમિમા રોડ્રિગ્સ, યાસ્તિકા ભાટિયા (વિકેટ-કીપર), હરલીન દેઓલ, દેવિકા વૈદ્ય, ઉમા છેત્રી (વિકેટ-કીપર), અમનજોત કૌર, પ્રિયા પુનિયા, પૂજા વસ્ત્રાકર, મેઘના સિંહ, અંજલિ સરવાણી, મોનિકા પટેલ, રાશિ કનોજિયા, અનુષા બારેદી, સ્નેહ રાણા.