ઈન્ડિગોના પાઈલટને એર ટ્રાફિક કંટ્રોલની જરૂરી મંજૂરી વગર ઉડાન ભરવા બદલ સેવામાંથી હટાવી દેવામાં આવ્યો છે. મંગળવારે એક સૂત્રએ જણાવ્યું હતું કે દિલ્હીથી અઝરબૈજાનની રાજધાની બાકુની ફ્લાઈટ 6E 1803 એ એટીસી પાસેથી જરૂરી મંજૂરી મેળવ્યા વિના ઉડાન ભરી હતી. હાલમાં એરલાઇન કંપની ઇન્ડિગો આ મામલે તપાસ કરી રહી છે.
પાયલટની સેવા સસ્પેન્ડ
ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA)ના એક વરિષ્ઠ અધિકારીએ માહિતી આપી હતી કે તમામ કેસની તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી પાયલટને સેવામાંથી હટાવી દેવામાં આવ્યો છે.
ATCએ પાયલોટને રાહ જોવાની સલાહ આપી
આ બાબતની જાણકારી ધરાવતા એક અધિકારીએ જણાવ્યું હતું કે ATCએ પ્લેનના પાયલટને લાઇનમાં ઉભા રહેવા અને રનવે પર રાહ જોવાની સલાહ આપી હતી, પરંતુ પ્લેન ક્લિયરન્સની રાહ જોયા વિના ઉડાન ભરી હતી.