spot_img
HomeSportsIPL 2024 SRH vs LSG: ચિંતામાં મુકાણું લખનઉ.....હૈદરાબાદે સાવ ઓછી ઓવરમાં રન...

IPL 2024 SRH vs LSG: ચિંતામાં મુકાણું લખનઉ…..હૈદરાબાદે સાવ ઓછી ઓવરમાં રન કરી રચ્યો ઇતિહાસ

spot_img

IPL 2024 ની 57મી મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદે લખનૌ સુપર જાયન્ટ્સને 10 વિકેટથી હરાવ્યું હતું. હૈદરાબાદે 166 રનના ટાર્ગેટનો પીછો માત્ર 58 બોલમાં જ કરી લીધો હતો. હૈદરાબાદના બંને ઓપનરોએ ધમાકેદાર બેટિંગ કરતા એક ધમાલ મચાવી હતી. હૈદરાબાદે એક પણ વિકેટ ગુમાવય વિના 166 રન ચેઝ કરી રેકોર્ડબ્રેક જીત હાંસલ કરી હતી. સાથે જ પોઈન્ટ ટેબલમાં 14 અંક સાથે SRH ત્રીજા ક્રમે પહોંચી ગઈ છે.

IPL 2024ની 57મી મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદે ઈતિહાસ રચ્યો છે. પેટ કમિન્સની ટીમે લખનૌ સામે 166 રનના ટાર્ગેટનો પીછો 10 ઓવર પહેલા જ કરી લીધો હતો. હૈદરાબાદે માત્ર 58 બોલમાં 167 રન બનાવ્યા, જે IPLના ઈતિહાસમાં સૌથી ઝડપી રન ચેઝ છે. લખનૌ સુપર જાયન્ટ્સે આ મેચ 10 વિકેટથી જીતી લીધી હતી.

ટ્રેવિસ હેડ-અભિષેક શર્માની તોફાની બેટિંગ

સનરાઈઝર્સ હૈદરાબાદની આ રેકોર્ડબ્રેક જીતમાં સૌથી મોટો ફાળો તેમના બંને ઓપનરોનો હતો. ટ્રેવિસ હેડે માત્ર 30 બોલમાં 89 અને અભિષેક શર્માએ 28 બોલમાં 75 રનની અણનમ ઈનિંગ રમી હતી. આ બંને બેટ્સમેનોએ મળીને 14 છગ્ગા અને 16 ચોગ્ગા ફટકાર્યા હતા. બંનેએ માત્ર 58 બોલમાં ટીમને જીત અપાવી ઈતિહાસ રચ્યો હતો.

IPL 2024 SRH vs LSG: I am worried...Hyderabad made history by scoring runs in very less overs.

પૂરન-બદોનીની લડાયક ઈનિંગ

પ્રથમ બેટિંગ કરતા લખનૌ સુપર જાયન્ટ્સે 165 રન બનાવ્યા હતા. આ ટીમના પ્રથમ ત્રણ બેટ્સમેન કંઈ ખાસ કરી શક્યા ન હતા. ડી કોક 2 રન બનાવીને આઉટ થયો હતો અને સ્ટોઈનિસ 3 રન બનાવીને આઉટ થયો હતો. કેએલ રાહુલે 29 રન બનાવવા માટે 33 બોલ રમ્યા હતા. પરંતુ અંતે, નિકોલસ પૂરને 26 બોલમાં 48 રનની અણનમ ઈનિંગ રમી અને આયુષ બદોનીએ પણ અણનમ 55 રન બનાવ્યા અને કોઈક રીતે આ ટીમ સન્માનજનક પૂર્ણાહુતિ સુધી પહોંચી. જોકે, સનરાઈઝર્સના ઓપનરો કોઈ તબાહી મચાવવાના હેતુ સાથે મેદાનમાં આવ્યા અને આ સ્કોરને ઘણો નાનો સાબિત કર્યો.

સનરાઈઝર્સ હૈદરાબાદની ઈનિંગના મોટા પોઈન્ટ:

  • પાવરપ્લેમાં સનરાઈઝર્સ હૈદરાબાદે 107 રન બનાવ્યા.
  • હેડ અને અભિષેક શર્મા વચ્ચે 19 બોલમાં 50 રનની ભાગીદારી પૂરી થઈ.
  • હેડે માત્ર 16 બોલમાં અડધી સદી ફટકાર.
  • સનરાઈઝર્સ હૈદરાબાદે 5.4 ઓવરમાં 100 રન પૂરા કર્યા.
  • અભિષેક શર્માએ 19 બોલમાં અડધી સદી ફટકારી.
  • સનરાઈઝર્સ હૈદરાબાદે 8.2 ઓવરમાં 150 રન પૂરા કર્યા.

હૈદરાબાદે આ રેકોર્ડ તોડી નાખ્યા:

  • હૈદરાબાદે 62 બોલ પહેલા જ ટાર્ગેટ હાંસલ કર્યો. IPLમાં આ પહેલીવાર બન્યું છે જ્યારે 100થી વધુ રનના સ્કોરનો આટલી ઝડપથી પીછો કરવામાં આવ્યો હોય.
  • હૈદરાબાદે 9.4 ઓવરમાં 167 રન બનાવ્યા, IPLમાં આ પહેલીવાર બન્યું છે કે 10 ઓવર પહેલા આટલા રન બનાવ્યા હોય.
  • ટ્રેવિસ હેડે IPLમાં ત્રીજી વખત 20 બોલમાં અડધી સદી ફટકારી હતી. મેગાર્કના રેકોર્ડની બરાબરી કરી.
  • હેડ-અભિષેક શર્માએ 34 બોલમાં સદીની ભાગીદારી કરી. આ સિઝનમાં બીજી વખત 35થી ઓછા બોલમાં સદીની ભાગીદારી કરી.
spot_img
spot_img
RELATED ARTICLES
spot_img
- Advertisment -spot_img

Most Popular