spot_img
HomeBusinessઆવતા મહિને ખુલશે ફાર્માથી લઈને NBFC કંપનીઓના IPO, જુઓ સંપૂર્ણ લિસ્ટ

આવતા મહિને ખુલશે ફાર્માથી લઈને NBFC કંપનીઓના IPO, જુઓ સંપૂર્ણ લિસ્ટ

spot_img

ભારતીય શેરબજારે તાજેતરના ભૂતકાળમાં સેન્કો ગોલ્ડ, ઉત્કર્ષ સ્મોલ ફાઇનાન્સ બેંક અને ન્યુવેબ ટેક્નોલોજીસ જેવા કેટલાક સફળ IPO જોયા છે, જેણે રોકાણકારોને બમ્પર વળતર આપ્યું છે. ઘણા મેઈનબોર્ડ અને SME IPO આવતા મહિને પણ ખુલવા જઈ રહ્યા છે.

SBFC ફાયનાન્સ IPO
SBFC ફાયનાન્સ IPO ગુરુવારે (3 ઓગસ્ટ) ખુલશે. IPOમાં 7 ઓગસ્ટ સુધી બિડિંગ કરી શકાશે. તે એક NBFC કંપની છે. આ IPOનું કદ 1,025 કરોડ રૂપિયા હશે. તેમાં રૂ. 600 કરોડના તાજા ઇશ્યૂ અને રૂ. 425 કરોડના OFSનો સમાવેશ થશે. તેની પ્રાઇસ બેન્ડ રૂ. 54 થી રૂ. 57 નક્કી કરવામાં આવી છે.

SBFC ફાયનાન્સ IPO એન્કર રોકાણકારો માટે 2 ઓગસ્ટે ખુલશે. આ IPOનું લિસ્ટિંગ 16 ઓગસ્ટના રોજ BSE અને NSE પર થઈ શકે છે.

Yatharth Hospital IPO subscribed 5.8 times on day 3 so far; issue closes  today - BusinessToday

કોનકોર્ડ બાયોટેક IPO
કોન્કોર્ડ બાયોટેકનો IPO 4 ઓગસ્ટે રોકાણકારો માટે ખુલવા જઈ રહ્યો છે. આ IPO સંપૂર્ણપણે OFS હશે. જેમાં 2.09 કરોડ શેર વેચવામાં આવશે. એન્કર બુક 3જી ઓગસ્ટે ખુલશે. NSE અને BSE પર આ IPOનું લિસ્ટિંગ 17 ઓગસ્ટે થઈ શકે છે.

ઓરિયાના પાવર IPO
ઓરિયાના પાવરનો SME IPO હશે. તેનું સબસ્ક્રિપ્શન 1 ઓગસ્ટથી 3 ઓગસ્ટ સુધી ખુલ્લું રહેશે. IPOની પ્રાઇસ બેન્ડ રૂ. 115 થી રૂ. 118ની રેન્જમાં છે. કંપની આ IPO દ્વારા રૂ. 60 કરોડની રકમ એકત્ર કરવાનો લક્ષ્યાંક ધરાવે છે.

વિન્સિસ આઈટી આઈપીઓ
વિન્સિસ આઈટી આઈપીઓ 1 ઓગસ્ટથી રોકાણકારો માટે ખુલશે. આ એક SME IPO છે. તેની પ્રાઇસ બેન્ડ પ્રતિ શેર 121-128 રૂપિયા નક્કી કરવામાં આવી છે. રોકાણકારો આ IPO માટે 4 ઓગસ્ટ સુધી બિડ કરી શકે છે.

spot_img
spot_img
RELATED ARTICLES
spot_img
- Advertisment -spot_img

Most Popular