spot_img
HomeLatestNationalઈસરોએ સફળતાપૂર્વક પૂર્ણ કર્યું ગગનયાનનું લોન્ચિંગ, ક્રૂ મોડ્યુલને 17 કિમીની ઊંચાઈથી સમુદ્રમાં...

ઈસરોએ સફળતાપૂર્વક પૂર્ણ કર્યું ગગનયાનનું લોન્ચિંગ, ક્રૂ મોડ્યુલને 17 કિમીની ઊંચાઈથી સમુદ્રમાં ઉતાર્યું

spot_img

ખરાબ હવામાનની અડચણો અને શરૂઆતની ટેકનિકલ મુશ્કેલીઓને પાર કરીને ઈસરોએ ફરી એકવાર અવકાશ ક્ષેત્રે ઈતિહાસ રચ્યો છે. ISRO એ તેના માનવરહિત ગગનયાન મિશનનું પરીક્ષણ પ્રક્ષેપણ સફળતાપૂર્વક પૂર્ણ કર્યું. વ્હીકલ એબોર્ટ મિશન-1 (TV-D1) સવારે 10 વાગ્યે શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી લોન્ચ કરવામાં આવ્યું હતું. આ વાહને ક્રૂ મોડ્યુલ અને ક્રૂ એસ્કેપ સિસ્ટમને 17 કિમીની ઊંચાઈએથી મુક્ત કરી હતી. ત્યારબાદ ક્રૂ મોડ્યુલ સિસ્ટમને સફળતાપૂર્વક પેરાશૂટ દ્વારા સમુદ્રમાં ઉતારવામાં આવી હતી.

ISRO successfully completes launch of Gaganyaan, drops crew module into sea from 17 km height

ઈસરોના વડાએ મિશનની સફળતાની જાહેરાત કરી

ઈસરોના વડાએ મિશનની સફળતાની જાહેરાત કરી અને કહ્યું કે ક્રૂ મોડ્યુલ અને ક્રૂ એસ્કેપ સિસ્ટમનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. હવામાનની સમસ્યા પછી, લિફ્ટ ઑફ પ્રક્રિયા દરમિયાન, કમ્પ્યુટરે એન્જિનમાં ખામી દર્શાવી અને ઈસરોની ટીમે તરત જ તેને સુધારી અને અમે તેને સફળતાપૂર્વક પૂર્ણ કરી.

spot_img
spot_img
RELATED ARTICLES
spot_img
- Advertisment -spot_img

Most Popular