spot_img
HomeLifestyleTravelહોટલમાં એકલા રોકાતા પહેલા છોકરીઓએ આ જાણવું ખૂબ જ જરૂરી

હોટલમાં એકલા રોકાતા પહેલા છોકરીઓએ આ જાણવું ખૂબ જ જરૂરી

spot_img

આજકાલ મોટાભાગના લોકો સોલો ટ્રિપ કરવાનું પસંદ કરે છે. આ વ્યસ્ત જીવનમાં કોઈની પાસે કોઈ માટે સમય નથી હોતો. આવી સ્થિતિમાં એક-બીજા માટે સમય ન હોવાને કારણે લોકો એકલા જ પ્રવાસ પર નીકળી જાય છે. આ ક્રેઝ મોટાભાગે આજકાલની યુવતીઓમાં જોવા મળે છે. જો તમને પણ સોલો ટ્રિપ કરવાનું પસંદ કરો છે તો અમે તમને જણાવીશું કે હોટલમાં રોકાતા પહેલા તમારે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.

હોટલનો માહોલ ચેક કરી લો

જો તમે કોઈ નવા શહેરમાં હોટલ બુક કરી છે, તો તમારે હોટેલમાં જઈને પહેલા હોટલનો માહોલ ચેક કરવો જોઈએ. જો તમને હોટલમાં કોઈપણ મહિલા સ્ટાફ ન દેખાય તો તમારે તે હોટલમાંથી તમારું બુકિંગ કેન્સલ કરી લેવું જોઈએ.

રાત્રે રૂમ લોક કરીને સૂવો

રાત્રે સૂતા પહેલા બે વાર ચેક કરી લો કે તમારો રૂમ લોક છે કે નહીં. રાત્રે કોઈપણ તમારા રૂમનો દરવાજો ખખડાવે તો તમારે તમારો રૂમ ન ખોલવો જોઈએ. આવી સ્થિતિમાં તમારે પહેલા રિસેપ્શન પર કૉલ કરવાનો છે ત્યારબાદ તરત જ પોલીસને કૉલ કરવાનો છે.

ગ્રાઉન્ડ ફ્લોર પર રૂમ બુક કરો

તમારે રુમ ગ્રાઉન્ડ ફ્લોર પર લેવો જોઈએ. જો તમે એકલા રહો છો તો તમે ગ્રાઉન્ડ ફ્લોર પર રહેવાનો પ્રયાસ કરો અને જેથી કોઈપણ સ્થિતિમાં તમે સરળતાથી રિસેપ્શન સુધી પહોંચી શકો. રિસેપ્શન પર હવે દિવસે અને રાત્રે મહિલા કર્મચારી હાજર હોય છે.

ઈમરજન્સી નંબર જરૂર રાખો

તમે જે જગ્યાએ મુસાફરી કરી રહ્યા છો ત્યાનો ઈમરજન્સી નંબર તમારી પાસે હોવો જોઈએ. તમારી જાતને સોલો ટ્રિપ કરતા પહેલા એટલી મજબૂત બનાવો કે કટોકટીની સ્થિતિમાં તમે તમારી સંભાળ રાખી શકો. તમને તમારા પરિવારના સભ્યોના નંબર યાદ હોવા જોઈએ.

તમારી સાથે સેફ્ટી કીટ રાખો

આજકાલ ઘણા બધા સ્પ્રે આવે છે જેનો ઉપયોગ તમે ઈમરજન્સીમાં કરી શકો છો. આવી સ્થિતિમાં સોલો ટ્રિપ પ્લાન કરતા પહેલા તમારી પાસે આ વસ્તુઓ હોવી જરૂરી છે. તમારે તમારી સાથે ઓછામાં ઓછો એક પેપર સ્પ્રે, એક સ્વિસ નાઈફ અને એક સીટી રાખવી જોઈએ. જેથી જરૂર પડે ત્યારે તેનો ઉપયોગ કરી શકો.

 

spot_img
spot_img
RELATED ARTICLES
spot_img
- Advertisment -spot_img

Most Popular