spot_img
HomeLatestNationalદિલ્હીમાં G20 બેઠક માટે ITPO સંકુલ તૈયાર, PM મોદીએ કર્યું પૂજન

દિલ્હીમાં G20 બેઠક માટે ITPO સંકુલ તૈયાર, PM મોદીએ કર્યું પૂજન

spot_img

રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં જી-20 બેઠક માટે ITPO સંકુલ તૈયાર છે. પીએમ મોદીએ તેનું પૂજન કર્યું હતું. પીએમ મોદી આજે સાંજે આ સંકુલનું ઉદ્ઘાટન કરશે. દિલ્હીના પ્રગતિ મેદાનમાં બનેલા આ સંકુલની કિંમત 2700 કરોડ રૂપિયા આવી છે અને તે 123 એકરમાં ફેલાયેલ છે. આ ITPO કોમ્પ્લેક્સ દિલ્હીમાં G-20 મીટિંગનું આયોજન કરવા માટે બનાવવામાં આવ્યું છે. આઈટીપીઓનું પૂર્ણ સ્વરૂપ આંતરરાષ્ટ્રીય વેપાર પ્રમોશન ઓર્ગેનાઈઝેશન છે.

ITPO complex ready for G20 meeting in Delhi, PM Modi paid obeisance

ટીપીઓ કોમ્પ્લેક્સ વિશે ખાસ વાતો-

  • પુનઃવિકાસ પાછળ 2700 કરોડ ખર્ચાયા
  • 123 એકરમાં ફેલાયેલ છે
  • 7000 બેઠક ક્ષમતા
  • 5500 વાહનો માટે પાર્કિંગની સુવિધા
  • દેશનું સૌથી મોટું સંમેલન કેન્દ્ર
  • વિશ્વના ટોચના 10 સંમેલન કેન્દ્રોમાં સમાવેશ થાય છે
  • દિલ્હીના પ્રગતિ મેદાનમાં બનેલ છે

ITPO complex ready for G20 meeting in Delhi, PM Modi paid obeisance

ઓસ્ટ્રેલિયા પણ આ મામલે પાછળ રહી ગયું હતું
સૂત્રોએ જણાવ્યું હતું કે કન્વેન્શન સેન્ટરનું ‘લેવલ-3’ 7,000 લોકોની બેઠક ક્ષમતા ધરાવે છે, જે તેને ઓસ્ટ્રેલિયાના ઐતિહાસિક સિડની ઓપેરા હાઉસ કરતાં પણ મોટું બનાવે છે, જેમાં લગભગ 5,500 લોકો બેસી શકે છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ સુવિધા IECCને વૈશ્વિક સ્તરે વિશાળ પરિષદો, આંતરરાષ્ટ્રીય સમિટ અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવાનું યોગ્ય સ્થાન બનાવે છે.

IECC પાસે 3,000 લોકોની બેઠક ક્ષમતા સાથેનું વિશાળ એમ્ફીથિયેટર છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, IECCમાં આવનારા લોકોની સુવિધા માટે ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. અહીં 5,500થી વધુ વાહનો માટે પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે.

spot_img
spot_img
RELATED ARTICLES
spot_img
- Advertisment -spot_img

Most Popular