રાજસ્થાનના જયપુર શહેરમાં શુક્રવારે સવારે ત્રણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, પહેલો ભૂકંપ સવારે 4.09 વાગ્યે આવ્યો હતો અને તે 10 કિમીની છીછરી ઊંડાઈએ આવ્યો હતો. આ પછી સવારે 4:22 વાગ્યે 3.1ની તીવ્રતાનો ભૂકંપ અને 4:25 વાગ્યે 3.4ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.
રાજસ્થાનમાં આવેલા ભૂકંપના ઘણા વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. મધ્યરાત્રિએ લોકો રસ્તા પર આવી ગયા હતા.
ભૂકંપના આંચકા બાદ લોકો પોતાના ઘર અને એપાર્ટમેન્ટમાંથી બહાર આવી ગયા છે. રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજેએ ટ્વીટ કર્યું કે જયપુરમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે. હું આશા રાખું છું કે તમે બધા સુરક્ષિત છો.
ભૂકંપ સવારે લગભગ 4.09 વાગ્યે આવ્યો હતો. NCS અનુસાર, ભૂકંપ 10 કિમીની ઉંડાઈએ આવ્યો હતો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ ટ્વીટ કર્યું કે ભૂકંપની તીવ્રતા 4.4 હતી. અક્ષાંશ: 26.88 અને રેખાંશ: 75.70, ઊંડાઈ: 10 કિમી, સ્થાન: જયપુર, રાજસ્થાન.