spot_img
HomeGujaratભર ઉનાળામાં ચોમાસા જેવો માહોલ જૂનાગઢમાં મળ્યો જોવા, ખેડૂતોના પાકને થયું વ્યાપક...

ભર ઉનાળામાં ચોમાસા જેવો માહોલ જૂનાગઢમાં મળ્યો જોવા, ખેડૂતોના પાકને થયું વ્યાપક નુકસાન

spot_img

ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી બાદ રાજ્યના મોટા ભાગના જિલ્લામાં કમોસમી વરસાદ પડી રહ્યો છે. જૂનાગઢમાં ગઈ કાલે વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળ્યુ હતુ. ગઈ કાલે જૂનાગઢ શહેરમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. શહેરના ઝાંઝરડા ચોકડી સરદારબાગ બસ્ટેન્ડ સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો.

કમોસમી વરસાદે ભર ઉનાળામાં ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો. કમોસમી વરસાદના કારણે જગતના તાતના પડ્યા પર પાટું મારવા જેવી સ્થિતિ સર્જાઈ છે. ખેડૂતોના ઘઉં અને કેરીના પાકમાં મોટું નુકશાન ભોગવવાનો વારો આવ્યો છે.

Junagadh saw monsoon-like conditions throughout the summer, causing widespread damage to farmers' crops

ખેડૂતોને મોઢે આવેલો કોળિયો માવઠાએ ઝૂટવી લીધો

કમોસમી વરસાદના કારણે ગીર સોમનાથના ખેડૂતોની પણ કફોળી સ્થિતિ સર્જાઈ છે. નાની કેરીના બજારમાં અઠવાડીયા પહેલા કિલોના સો રૂપિયા હતા તે કેરીમા કાળા ચાંદા પડવાના કારણે આજે બજારમાં બે રૂપિયામાં કિલો કોઈ ખરીદવા તૈયાર નથી આમ ખેડૂતોને મોઢે આવેલો કોળિયો માવઠાએ ઝૂટવી લીધો છે.ખેડૂતોની વાત માનીએ તો છેલ્લા પાંચેક વર્ષથી સતત કેરીના પાકમાં વ્યાપક નુકસાન જોવા મળી રહ્યું છે.

માવઠા અને કરા પડવાના કારણે 80 ટકાથી વધુ કેરી ખરી પડી

ત્યારે આ કેરીની સીઝન ભારે સંકટ વાળી સાબિત થઈ છે કારણ કે 80 ટકાથી વધુ કેરી માવઠા અને કરા પડવાના કારણે ખરી પડી છે અને હવે જેટલી ઝાડ પર છે તેને પણ પાણી અડવાથી બગડી જવાનો પૂરો સંભવ છે જેથી ખેડૂતો ભારે નુકસાનીમાં જઈ રહ્યા છે અને સરકાર પાસે મદદની આશા રાખી રહ્યા છે.

 

spot_img
spot_img
RELATED ARTICLES
spot_img
- Advertisment -spot_img

Most Popular