IPL 2023ની 18મી મેચમાં ગુજરાત ટાઇટન્સ ટીમ પંજાબ કિંગ્સ સામે છે. આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા પંજાબની ટીમે 8 વિકેટ ગુમાવીને 153 રન બનાવ્યા હતા. જવાબમાં પંજાબની ટીમની શરૂઆત ખરાબ રહી હતી અને પ્રથમ 4 ઓવરમાં જ ગુજરાતની ટીમે 44 રન બનાવી લીધા હતા. જોકે, 5મી ઓવરમાં આવેલા કાગિસો રબાડાએ ઝડપી બેટિંગ કરી રહેલા રિદ્ધિમાન સાહાને આઉટ કર્યો હતો. આ વિકેટની સાથે રબાડાએ એક મોટો રેકોર્ડ પણ પોતાના નામે કરી લીધો છે.
કાગિસો રબાડાની સદી
વાસ્તવમાં રબાડાએ IPLમાં 100 વિકેટ પૂરી કરી લીધી છે. IPLના ઈતિહાસમાં આવું કરનાર તે સૌથી ઝડપી બોલર છે. એટલે કે આઈપીએલમાં રબાડાથી વધુ ઝડપથી 100 વિકેટ અન્ય કોઈ બોલર નથી લઈ શક્યો. આ બોલરને 100 વિકેટ લેવામાં માત્ર 64 મેચ લાગી હતી. આ મામલામાં રબાડાએ લસિથ મલિંગાને પાછળ છોડી દીધો હતો. IPLમાં મુંબઈ ઈન્ડિયન્સ તરફથી ઘણા વર્ષો સુધી રમનાર મલિંગાએ 70 મેચમાં IPLની 100 વિકેટ પૂરી કરી હતી.
ભુવી-હર્ષલ પણ યાદીમાં
આ યાદીમાં મલિંગા પછી ત્રીજા નંબરે હર્ષલ પટેલનું નામ આવે છે. આમ કરવામાં હર્ષલ પટેલને 79 મેચનો સમય લાગ્યો હતો. જણાવી દઈએ કે આ બોલરે IPL 2021માં રેકોર્ડ 32 વિકેટ લઈને પર્પલ કેપ પણ જીતી છે. આ યાદીમાં હર્ષલ ઉપરાંત ભુવનેશ્વર કુમારનું નામ પણ આવે છે. બે વખત પર્પલ કેપ જીતનાર ભુવીએ 81 મેચમાં IPLની 100 વિકેટ પૂરી કરી હતી.
IPLમાં સૌથી ઝડપી 100 વિકેટ લેનાર બોલર
- કાગીસો રબાડા – 64 મેચ
- લસિથ મલિંગા – 70 મેચ
- હર્ષલ પટેલ – 79 મેચ
- ભુવનેશ્વર કુમાર – 81 મેચ