ગયા અઠવાડિયે, 24 વર્ષીય ભારતીય વિદ્યાર્થી વરુણ રાજ પુચાને અમેરિકાના ઈન્ડિયાના રાજ્યમાં ફિટનેસ સેન્ટરમાં હુમલાખોરે છરી મારી હતી. ગંભીર રીતે ઘાયલ વિદ્યાર્થીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જે યુનિવર્સિટીમાં વરુણ વિદ્યાર્થી હતો તેણે જાણ કરી કે વરુણનું મૃત્યુ થઈ ગયું છે. વાલપરાઈસો યુનિવર્સિટીમાં કમ્પ્યુટર સાયન્સના વિદ્યાર્થી વરુણને 24 વર્ષના હુમલાખોર જોર્ડન એન્ડ્રેડે 29 ઑક્ટોબરના રોજ જાહેર જીમમાં માથામાં છરી વડે હુમલો કર્યો હતો. અધિકારીઓ હજુ પણ આ મામલે તપાસ કરી રહ્યા છે.
વરુણ કમ્પ્યુટર સાયન્સનો વિદ્યાર્થી છે. ઘટના બાદ હુમલાખોરની ધરપકડ કરવામાં આવી હતી અને તેના પર ઘાતક હથિયાર વડે હુમલો અને હત્યાના પ્રયાસનો આરોપ મૂકવામાં આવ્યો હતો.
વાલપરાઈસો યુનિવર્સિટીએ વરુણ માટે શોક વ્યક્ત કર્યો
વાલપરાઈસો યુનિવર્સિટીએ બુધવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “ભારે હૃદય સાથે અમે વરુણ રાજ પુચાના નિધનના સમાચાર તમારી સાથે શેર કરીએ છીએ. અમારા કેમ્પસ સમુદાયે આજે એક વિદ્યાર્થી ગુમાવ્યો છે અને અમારા વિચારો અને પ્રાર્થનાઓ આ દુઃખના સમયે વરુણના પરિવાર અને મિત્રો સાથે છે.