spot_img
HomeGujaratજાણો શું કહે છે આજનું હવામાન, ક્યારે મળશે ગુજરાતવાસીઓને ગરમીથી રાહત

જાણો શું કહે છે આજનું હવામાન, ક્યારે મળશે ગુજરાતવાસીઓને ગરમીથી રાહત

spot_img

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં ગરમીનો માહોલ જોવા મળશે. રાજ્યના કેટલાક જિલ્લાઓમાં કમોસમી વરસાદ પડે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. બીજી તરફ કેટલાક જિલ્લાઓમાં હીટવેવની પણ સંભાવના છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં ગરમીનો માહોલ જોવા મળશે. ત્યારે આગામી 5 દિવસ સૂકુ વાતાવરણ રહે તેવી આગાહી કરવામાં આવી છે. આજે અને આવતીકાલે ભાવનગર અને દીવમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. તો બીજી તરફ આગામી 5 દિવસ દરિયાકાંઠાના વિસ્તારમાં ગરમ અને ભેજવાળા પવન ફૂંકાઈ શકે છે. હવામાન વિભાગની આગાહી અનુસાર 12 અને 13 મેના રોજ સામાન્ય વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

Know what today's weather says, when will the people of Gujarat get relief from the heat?

ક્યાં જિલ્લામાં કેટલુ રહેશે તાપમાન

હવામાન વિભાગની આગાહી અનુસાર અમદાવાદ, અમરેલી, આણંદ, અરવલ્લી, બોટાદ, છોટાઉદેપુર, ગાંધીનગર, ખેડા, મહેસાણા, નર્મદા, સુરેન્દ્રનગર, વડોદરા સહિતના જિલ્લાઓમાં 42 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે. જ્યારે મહીસાગરમાં 43 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે. તાપી અને જુનાગઢમાં 40 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે. જામનગર, સુરતમાં 36 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે.

spot_img
spot_img
RELATED ARTICLES
spot_img
- Advertisment -spot_img

Most Popular