2022-23 ના ચોથા ક્વાર્ટરમાં ભારતીય જીવન વીમા નિગમ (LIC) નો કોન્સોલિડેટેડ ચોખ્ખો નફો 5 ગણાથી વધુ વધીને રૂ. 13,191 કરોડ સુધી પહોંચ્યો છે. એક વર્ષ અગાઉના સમાન ગાળામાં 2,409 કરોડ હતી.
જોકે, LICની કુલ આવક રૂ. 2,15,487 કરોડથી ઘટીને રૂ. 2,01,022 કરોડ થઈ હતી. પ્રથમ વર્ષના પ્રીમિયમની કમાણી પણ ઘટીને રૂ. 12,852 કરોડ થઈ છે. સમગ્ર નાણાકીય વર્ષ 2022-23 દરમિયાન, LICનો ચોખ્ખો નફો લગભગ 9 ગણો વધીને 35,997 કરોડ સુધી પહોંચી ગયો છે.
ડિવિડન્ડ પ્રતિ શેર 3 રૂપિયા રહેશે
LICએ બુધવારે જણાવ્યું હતું કે તેના બોર્ડે 2022-23 માટે શેર દીઠ 3 રૂપિયાના ડિવિડન્ડની ભલામણ કરી છે. બીજી તરફ, માર્ચ 2022ના અંત સુધીમાં કંપનીની ગ્રોસ એનપીએ 6.03 ટકાથી ઘટીને 2.56 ટકા થઈ ગઈ છે.
અદાણી ગ્રુપના શેર્સમાં 44,670 કરોડનું રોકાણ
અદાણી ગ્રૂપની કંપનીઓમાં સતત ત્રણ સત્રોના ફાયદાને પગલે LICનું રોકાણ મૂલ્ય વધીને રૂ. 44,670 કરોડ થયું હતું. 30 જાન્યુઆરીએ રૂ. 30,122 કરોડ અને 27 જાન્યુઆરીએ રૂ. 56,142 કરોડ હતી. એપ્રિલથી અત્યાર સુધીમાં LICના રોકાણ મૂલ્યમાં રૂ. 5,500 કરોડનો વધારો થયો છે. LIC અદાણી પોર્ટ અને SEZમાં 9.12 ટકા હિસ્સો ધરાવે છે. બુધવારે તેમાં રોકાણનું મૂલ્ય 14,145 કરોડ રૂપિયા હતું. અદાણી એન્ટરપ્રાઇઝિસમાં રોકાણનું મૂલ્ય રૂ. 12,017 કરોડ હતું.