spot_img
HomeGujaratLok Sabha Election : બનાસકાંઠાના મતદારોનો ગજબ કીમિયો ગરમી થી બચવા કર્યો...

Lok Sabha Election : બનાસકાંઠાના મતદારોનો ગજબ કીમિયો ગરમી થી બચવા કર્યો આવો જુગાડ

spot_img

Lok Sabha Election : રાજ્યભરમાં આજે 25 લોકસભા બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે. ત્યારે ગુજરાતમાં 3 વાગ્યા સુધી સરેરાશ 47.03 ટકા મતદાન થયું છે. સૌથી વધુ વલસાડમાં 58.05 ટકા મતદાન નોંધાયું છે. જ્યારે 3 વાગ્યા સુધીમાં સૌથી ઓછું અમરેલીમાં 37.82 ટકા મતદાન થયું છે. કાળઝાળ ગરમીમાં પણ લોકો મતદાન કરવાની ફરજ બજાવી રહ્યા છે. ત્યારે બનાસકાંઠા (Banaskantha) લોકસભા બેઠક પર મતદારોએ ગરમીથી બચવા અજબનો કીમિયો અપનાવ્યો છે, જેનો વીડિયો પણ સામે આવ્યો છે.
ગરમીથી બચવા અજબનો કીમિયો

બનાસકાંઠા લોકસભા બેઠક પર થરાદના (Tharad) લુવાણા કળશ ગામે મતદાન પ્રક્રિયા યોજાઈ. અહીં, કાળઝાળ ગરમી અને સૂર્યના તાપથી બચવા મતદારોએ અજબનો કીમિયો અજમાવ્યો છે. થરાદના લુવાણા કળશ ગામે મતદાન મથકની બહારનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાઇરલ થયો છે.

Lok Sabha Election: Banaskantha voters created such a wonderful alchemy

આ વાઇરલ વીડિયોમાં દેખાય છે કે મતદાન મથકની બહાર મતદારોની લાંબી લાઈન છે. ત્યારે કાળઝાળ ગરમીથી બચવા માટે મતદારો પોતાના માથે ગાદલું રાખીને ઊભા રહે છે. મતદારોની સાથે ગાદલાની પણ લાંબી લાઈન જોવા મળે છે. આ વીડિયો જોઈ સોશિયલ મીડિયા પર લોકો અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે.

બનાસકાંઠામાં બે મહિલા ઉમેદવાર વચ્ચે ચૂંટણી જંગ

જણાવી દઈએ કે, બનાસકાંઠા (Banaskantha) બેઠક પર ભાજપ (BJP) અને કોંગ્રેસ વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી રહી છે. અહીં, ભાજપ અને કોંગ્રેસ મહિલા ઉમેદવારોને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. કોંગ્રેસે (Congress) ગેનીબેન ઠાકોરને (Ganiben Thakor) ટિકિટ આપી છે તો તેમની સામે ભાજપે ડો. રેખાબેન ચૌધરીને (Dr. Rekhaben Chaudhary) ટિકિટ આપી છે. બંને ઉમેદવારોએ આજે મતદાન કરી લોકશાહીની ફરજ બજાવી હતી અને સાથે જીતવાના દાવા કર્યા હતા.

spot_img
spot_img
RELATED ARTICLES
spot_img
- Advertisment -spot_img

Most Popular