spot_img
HomeGujaratLok sabha Election : ફરજ બજાવતા બજાવતા કાળ ભરખી ગયો અધિકારીને, પરિવારમાં...

Lok sabha Election : ફરજ બજાવતા બજાવતા કાળ ભરખી ગયો અધિકારીને, પરિવારમાં શોક

spot_img

Lok sabha Election : દેશમાં આજે ત્રીજા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. ગુજરાતની વાત કરીએ તો ગુજરાતની 25 બેઠક પર વહેલી સવારે 7 વાગ્યાથી મતદાન ચાલી રહ્યું છે. બપોરના 3.00 વાગ્યા સુધીમાં 47.03 ટકા મતદાન થયું છે. આ વચ્ચે અમરેલીથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જેમાં ચાલુ મતદાને મહિલા કર્મચારીનું ફરજ દરમિયાન મૃત્યુ નિપજ્યું છે.

અચાનક ઢળી પડ્યા મહિલાકર્મી

મળતી માહિતી અનુસાર, અમરેલીના જાફરાબાદની સાગર શાળામાં ચૂંટણી ફરજ બજાવતા કૌશિકાબેન બાબરીયા નામના મહિલા કર્મચારી અચાનક ઢળી પડ્યા હતા. જેથી કૌશિકાબેનને તાત્કાલિક 108 મારફતે રાજુલાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પર હાજર ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.

Lok Sabha Election: Officer lost his life while performing his duty, mourning in the family

હાર્ટ એટેકના કારણે મૃત્યુ!

હોસ્પિટલમાં તબીબ દ્વારા કૌશિકાબેનને મૃત જાહેર કરવામાં આવતા સહકર્મચારીઓ અને પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો છે. તો મહિલા કર્મચારીનું મતદાન દરમિયાન ચાલુ ફરજે હાર્ટ એટકેના કારણે મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન છે.

spot_img
spot_img
RELATED ARTICLES
spot_img
- Advertisment -spot_img

Most Popular