મસાલા પાઉં (Masala Pav) પોપ્યુલર મહારાષ્ટ્રીયન ફૂડ છે અને દરેક જગ્યાએ સરળતાથી મળી રહે છે. આ સ્પાઈસી સ્ટ્રીટ ફૂડને લીલા મરચા અથવા ચટણી સાથે ખાઈ શકો છો. જો તમને સાંજના સમયે ચાની સાથે ઝડપથી તૈયાર થતો કોઈ નાસ્તો તૈયાર કરવો હોય તો મસાલા પાઉં બનાવી શકો છો. તમારા ઘરે જો અવારનવાર ગેટ-ટુગેધર અથવા કિટ્ટી પાર્ટી થતી હોય તો પણ તમે ગેસ્ટને મસાલા પાઉં ખવડાવી શકો છો. મસાલા પાઉંની રેસિપી શું છે અને તેમા કઈ-કઈ સામગ્રીની જરૂર પડશે તે જાણી લો.
સામગ્રી
- 4 નંગ પાઉં
- 1 નંગ સમારેલું ટામેટું
- 1 ટી સ્પૂન પાઉંભાજી મસાલો
- 1/2 ટી સ્પૂન લાલ મરચું પાઉડર
- સ્વાદાનુંસાર મીઠું
- 1/2 ટીસ્પૂન જીરું પાઉડર
- 1 ટી સ્પૂન આદુની પેસ્ટ
- 1 નંગ સમારેલી ડુંગળી
- 1 નંગ સમારેલું કેપ્સિકમ
- 1/2 ટી સ્પૂન હળદર
- 4 ટે. સ્પૂન બટર
- 2 ટે. સ્પૂન સમારેલી કોથમીર
- 1 ટી સ્પૂન લસણની પેસ્ટ
- 2 ટે. સ્પૂન શેકેલી સીંગ
સ્ટેપ 1
એક પેનમાં 2 ટે. સ્પૂન બટર ગરમ કરો. તેમાં આદુની પેસ્ટ, લસણની પેસ્ટ ઉમેરી એક મિનિટ માટે સાંતળી લો. હવે તેમા સમારેલી ડુંગળી ઉમેરો અને ફરીથી 2 મિનિટ માટે ચડવા દો. બાદમાં તેમા સમારેલા ટામેટા અને કેપ્સિકમ ઉમેરો. તે પછી હળદર, પાઉંભાજી મસાલો, લાલ મરચુ પાઉડર, મીઠું, જીરું પાઉડર ઉમેરીને બધુ સરખી રીતે મિક્સ કરી લો. આ મિશ્રણને પાંચ મિનિટ ચડવા દો. જેમ ભાજીને તમે મૅશ કરો છો તેમ જ આ મિશ્રણને પણ ચમચાથી મૅશ કરી લો. ઉપરથી કોથમીર ભભરાવીને ગેસ બંધ કરી દો
સ્ટેપ 2
તવા પર 2 ટે. સ્પૂન બટર ગરમ કરો. પાઉંને વચ્ચેથી કટ કરી લો અને બંને સાઈડને બટરમાં ક્રિસ્પી થાય તેવા શેકી લો.
સ્ટેપ 3
દરેક પાઉંમાં મિશ્રણ ભરી દો અને ઉપરથી થોડી થોડી સીંગ ઉમેરીને હાથથી તેને થોડા થોડા દાબી લો, જેથી અંદરનું સ્ટફિંગ બહાર ન નીકળે. તો તૈયાર છે મસાલા પાઉં. તેને ગરમાગરમ જ ચટણી કે સોસ સાથે સર્વ કરો