spot_img
HomeLifestyleFoodતમારા બાળકો માટે બસ આ ચાર સામગ્રીનો ઉપયોગ કરી ને ઘરે જ...

તમારા બાળકો માટે બસ આ ચાર સામગ્રીનો ઉપયોગ કરી ને ઘરે જ બનાવો સ્વાદિષ્ટ ઓરિયો આઈસક્રીમ

spot_img

શું તમને ઓરિયો બિસ્કિટ ભાવે છે? શું તમે ક્યારેય તેમાંથી બનેલો આઈસક્રીમ ટેસ્ટ કર્યો છે? જો નથી કર્યો તો અત્યારે જ તમારા ઘરમાં રહેલા ઓરિયો બિસ્કિટના પેકેટને બહાર કાઢો અને તેમાંથી આઈસક્રીમ બનાવો. ઓરિયો આઈસક્રીમ માત્ર પાંચ સામગ્રીની મદદથી બની જાય છે. તેની રેસિપી એકદમ સરળ છે. ઓરિયો બિસ્કિટમાંથી જો તમે એકવાર ઘરે આઈસક્રીમ બનાવશો તો બહારનો ખાવાનો ભૂલી જશે.

Make delicious Oreo ice cream at home for your kids using just these four ingredients

સામગ્રી

  • 25 નંગ ઓરિયો બિસ્કિટ
  • 250 એમએલ હેવી ક્રીમ
  • ચોકલેટ સોસ જરૂર મુજબ
  • 250 એમએલ કન્ડેન્સ્ડ મિલ્ક
  • 1 1/4 ટી સ્પૂન વેનિલા એસેન્સ

Make delicious Oreo ice cream at home for your kids using just these four ingredients

સ્ટેપ 1

ઓરિયો બિસ્કિટને એક બાઉલમાં લઈ લો અને તેને હાથથી ક્રશ કરી લો અથવા તેના એકદમ નાના ટુકડાં કરી લો

સ્ટેપ 2

એક બાઉલ લો. તેમાં કન્ડેન્સ્ડ મિલ્ક, વેનિલા એસેન્સ તેમજ ક્રીમ લો, જેને ત્યાં સુધી ફેંટો જ્યાં સુધી મિશ્રણ એકદમ ઘટ્ટ અને ક્રીમિ ન થઈ જાય.

સ્ટેપ 3

હવે ક્રશ કરેલા અથવા ટુકડાં કરેલા ઓરિયો બિસ્કિટને આ મિશ્રણમાં ઉમેરો દો અને સરખી રીતે મિક્સ કરી લો. આ મિશ્રણને એક કન્ટેનરમાં લઈ લો અને તેના પર એલ્યુમિનિયમ ફોઈલ વિંટાળી દો.

સ્ટેપ 4

આ મિશ્રણને ફ્રીઝરમાં ઓછામાં ઓછા 5 કલાક માટે મૂકો. પાંચ કલાક બા આઈસક્રીમ ચેક કરી લો. જો ન સેટ થયો હોય તો ફરીથી 1-2 કલાક માટે સેટ કરવા મૂકો. હવે આઈસક્રીમ તૈયાર થઈ જશે. કન્ટેનરને ફ્રીઝરમાંથી કાઢો અને સર્વિંગ બાઉલમાં લો. તેને ચોકલેટ સોસથી ગાર્નિશ કરીને સર્વ કરો.

spot_img
spot_img
RELATED ARTICLES
spot_img
- Advertisment -spot_img

Most Popular