Cheese Garlic Bread Recipe: બાળકોને નવી-નવી વસ્તુઓ ખાવાનું ગમતું હોય છે. તેઓને બહારનું ખાવાનું પણ ખૂબ ભાવે છે. પરંતુ જો તમે તમારા બાળકને બહાર ખાવાનું આપવા માગતા નથી, તો ઘરે જ સ્વાદિષ્ટ નાસ્તો બનાવી શકો છે. બાળકોને ગાર્લિક બ્રેડ ખૂબ જ ભાવતી હોય છે. જો તમે તમારા બાળકોને ચીઝી ગાર્લિક બ્રેડનો નાસ્તો કરાવવા માગો છો, તો જાણો ઘરે જ શાનદાર સ્વાદિષ્ટ ચીઝી ગાર્લિક બ્રેડ બનાવવાની સરળ રેસીપી.
ચીઝી ગાર્લિક બ્રેડ બનાવવા માટેની જરૂરી સામગ્રી
માખણ
ઝીણી સમારેલી લસણની લવિંગ
ચીલી ફ્લેક્સ ઇટાલિયન મસાલા અથવા ઓરેગાનો બ્રેડ સ્લાઇસ ચીઝ સ્લાઇસ
ઇચ્છા મુજબ સ્વીટ કોર્ન
સ્વાદ મુજબ મીઠું
ચીઝી ગાર્લિક બ્રેડ બનાવવાની રીત
સૌ પ્રથમ એક બાઉલમાં માખણ લઈને તેને ઓગાળી લો.
હવે ઓગાળેલા માખણમાં બારીક સમારેલ લસણ ઉમેરીને સારી રીતે હલાવીને થોડીવાર માટે બાજુ પર રાખી દો.
હવે ઘરે તૈયાર કરેલા ગાર્લિક બટરમાં ચિલી ફ્લેક્સ અને ઓરેગાનો ઉમેરો.
ત્યાર બાદ ગાર્લિક બટરને બ્રેડ સ્લાઈસ પર સારી રીતે લગાવીને ઉપરથી સ્વીટ કોર્ન નાખો.
હવે તેના પર ચીઝ સ્લાઈસ રાખીને તવા પર શેકવા માટે રાખો.
ધ્યાનમાં રાખો કે તેને ક્રિસ્પી બનાવવા માટે માત્ર ધીમી આંચ પર શેકવું જોઈએ.)
જ્યારે ચીઝ ઓગળવા લાગે ત્યારે તેને તવામાંથી કાઢીને પ્લેટમાં નાખીને ગરમાગરમ સર્વ કરો.