ઉનાળો આવવાની સાથે જ મહેમાન આવે ત્યારે ઉનાળાની વાનગીઓ ઘરમાં બનવા લાગે છે. તેમાય ફટાફટ બની જતી કોઈ વાનગી હોય તો તે ફ્રુટ સલાડ છે. ગુજરાતી જાગરણ આજે તમને તેની રેસિપી જણાવશે.
ફ્રુટ સલાડ બનાવવાની સામગ્રી
- 1 લીટર દૂધ,
- વેનિલા ફ્લેવર,
- 100 ગ્રામ ખાંડ,
- 2 સફરજન,
- 2 કેળા,
- 2 ચીકુ,
- 100 ગ્રામ દ્રાક્ષ,
- 1 દાડમ,
- 2 ચમચી બદામ,
- 2 કાજુ,
- કિસમિસ.
ફ્રુટ સલાડ બનાવવાની રીત
- સૌ પ્રથમ એક પેનમાં દૂધ ગરમ કરવા મૂકો અને તેમાંથી એક વાટકી દૂધ કાઢી તેમાં એક ચમચી વેનિલા પાવડર ઉમેરીને મિક્સ કરી લો.
- હવે તેમાં ખાંડ ઉમેરી ફૂલ ગેસ પર દૂધને ઉકાળી લો, પછી તેને થોડી વાર ઠંડુ થવા દો.
- હવે સફરજન કેળા, અને ચીકુ સમારીને ગરમ કરેલા દૂધમાં નાખીને મિક્સ કરી લો.
- હવે તેમાં દ્રાક્ષ, દાડમના દાણા, સમારેલા કાજુ-બદામ-કિસમિસ ઉમેરીને મિક્સ કરી લો.
- તૈયાર છે આપડું ટેસ્ટી ફ્રૂટ્સ સલાડ, તમે તેને ઠંડું કરીને સર્વ કરી શકો છો.