અત્યાર સુધી તમે બજારમાં મળતી ચીઝ ગાર્લિક બ્રેડ જ ખાધી હશે. ઘરે લોકો તેને ભાગ્યે જ બનાવે છે. તેનું કારણ છે માઈક્રોવેવ અથવા જરૂરી વસ્તુઓ ન હોવી. પરંતુ તમે ઘરે પણ ખૂબ જ સરળતાથી ક્રિસ્પી ચીઝ ગાર્લિક બ્રેડ બનાવી શકો છો. ખાસ વાત એ છે કે તેને બનાવવા માટે તમારે વધારે સામગ્રી અને સમયની જરૂર પણ નહીં પેડે. ખૂબ જ ઓછી સામગ્રીથી ઓછા સમયમાં બનનારી ચીઝ ગાર્લિક બ્રેડ તમે ઘરે જ કેવી રીતે બનાવી શકો છો ચાલો જાણીએ.
જરૂરી સામગ્રી
- બ્રેડ
- ચીઝ (અમેરિકન)
- સોલ્ટેડ બટર 150 ગ્રામ
- લસણ – 2 ચમચી (છીણેલું)
- ઓરેગાનો – 1 ચમચી
- ચીલી ફ્લેક્સ – 1 ચમચી
- મીઠું – જરૂર મુજબ
ચીઝ ગાર્લિક બ્રેડ બનાવવાની રીત
- સૌથી પહેલા બટરને એક બાઉલમાં કાઢી લો. તેમાં ઓરેગાનો, છીણેલું લસણ અને ચીલી ફ્લેક્સ મિક્સ કરો. જો તમે ઈચ્છો તો તેમાં એક ચપટી મીઠું ઉમેરી શકો છો.
- હવે ગેસ પર એક તવો મૂકો. બ્રેડની બે સ્લાઈસ લો અને બંનેની એક બાજુએ તૈયાર બટરને સારી રીતે લગાવી દો. હવે બંને બ્રેડની સ્લાઈસની વચ્ચે ચીઝની સ્લાઈસ મૂકો અને તેને ધીમા તાપે શેકો.
- થોડીવાર તેને ઢાંકી દો. બ્રેડને બંને બાજુથી સોનેરી થાય ત્યાં સુધી શેકો અને એ વાતનું ધ્યાન પણ રાખો કે ચીઝ ઓગળી જવું જોઈએ.
- તૈયાર ગાર્લિક બ્રેડને બહાર કાઢો અને ગરમાગરમ સોસ, ચટણી અથવા પછી તમારા મનપસંદ ડીપની સાથે સર્વ કરો.