spot_img
HomeLifestyleFoodસાંજની ચા સાથે બનાવો કર્ણાટકના સ્પેશિયલ ટેસ્ટી મસાલા વડા, જલ્દીથી નોંધી લો...

સાંજની ચા સાથે બનાવો કર્ણાટકના સ્પેશિયલ ટેસ્ટી મસાલા વડા, જલ્દીથી નોંધી લો રેસીપી

spot_img

સાઉથ ઈન્ડિયન ડિશ કેટલી અદ્ભુત હોય છે, એ તો તમને ખબર જ હશે. એટલા માટે જો તમે પણ સાઉથ ઈન્ડિયન ફૂડના શોખીન છો, તો આજની રેસિપી ખાસ તમારા માટે જ છે. આજે અમે તમને મસાલા વડા બનાવવાની રીત જણાવવા જઈ રહ્યા છીએ, જેને ખાધા પછી દરેક વ્યક્તિ પોતાની આંગળીઓ ચાટતા રહી જશે. તેને બનાવવા ખૂબ જ સરળ છે, જેના કારણે સાંજની ચાની મજા પણ ડબલ થઈ શકે છે. તો ચાલો જાણીએ તેની રેસિપી.

સામગ્રી

ચણાની દાળ

લીલા મરચા

મીઠું

ઝીણી સમારેલી કોથમીર

બારીક સમારેલા ફુદીનાના પાન

લીમડો

હળદર પાવડર

છીણેલું આદુ

તેલ- તળવા માટે

બનાવવાની રીત

મસાલા વડા બનાવવા માટે સૌથી પહેલા એક કપ ચણાની દાળને સારી રીતે ધોઈને તેને 3-4 કલાક પલાળીને રાખી દો.

જ્યારે તે સંપૂર્ણપણે પલળી જાય, ત્યારે તેને મિક્સર ગ્રાઇન્ડરમાં નાખો અને તેમાં લીલા મરચા નાખીને સારી રીતે પીસીને પેસ્ટ બનાવી લો.

હવે આ મિશ્રણને એક વાસણમાં કાઢી લો અને પછી તેમાં ઝીણી સમારેલી કોથમીર, લીમડો, હળદર પાવડર, મીઠું, બારીક સમારેલા ફુદીનાના પાન અને છીણેલું આદુ ઉમેરો. આ મિશ્રણને સારી રીતે મિક્સ કરો.

આ પછી એક કડાઈમાં તેલ ગરમ કરો. જ્યારે તેલ બરાબર ગરમ થઈ જાય, ત્યારે તૈયાર કરેલા મિશ્રણમાંથી ગોળ ચપટા વડા બનાવો અને પછી તેને તેલમાં નાખો.

ઓછામાં ઓછા 2થી 3 મિનિટ સુધી સારી રીતે તળો. જ્યારે તે ગોલ્ડન બ્રાઉન થઈ જાય, ત્યારે તેને તેલમાંથી બહાર કાઢી લો.

તૈયાર છે તમારા મસાલા વડા.

spot_img
spot_img
RELATED ARTICLES
spot_img
- Advertisment -spot_img

Most Popular