આજથી ચૈત્ર નવરાત્રીનો પ્રારંભ થયો છે. નવ દિવસ સુધી ભક્તો માતાજીની આરાધના કરશે અને ઉપવાસ કરશે. ઉપવાસ દરમિયાન શરીરને એનર્જી મળી રહે તે ખૂબ જ જરૂરી છે. ઉપવાસ દરમિયાન વ્યક્તિએ પોષણયુક્ત નાસ્તો કરવો જોઈએ. આવી સ્થિતિમાં સાબુદાણાના પરાઠાનું સેવન કરવું જોઈએ. તે પોષણ આપવાની સાથે પુષ્કળ એનર્જી પ્રદાન કરે છે. જાણો સાબુદાણાના પરાઠા બનાવવાની સરળ રેસીપી.
સાબુદાણાના પરાઠા બનાવવા માટેની સામગ્રી
- 1 કપ સાબુદાણા
- 2 બાફેલા બટાકા
- 3 ચમચી મગફળી
- 1/2 ચમચી છીણેલું આદુ
- 1/2 ચમચી જીરું પાવડર
- 1 ચમચી ખાંડ પાવડર
- 1 ચમચી લીંબુનો રસ
- રોક મીઠું
- 1/4 કપ બારીક સમારેલી કોથમીર
- શેકવા માટે તેલ
સાબુદાણાના પરાઠા બનાવવાની રીત
- સાબુદાણાને સારી રીતે ધોઈને 2-3 કલાક પલાળીને રાખી દો.
- ત્યારબાદ બાફેલા બટાકાને મેશ કરીને સાબુદાણા સાથે સારી રીતે મિક્સ કરી લો.
- હવે તેમાં મગફળી, જીરું પાઉડર, ધાણાજીરું, આદુ, ખાંડ પાવડર, લીંબુનો રસ અને મીઠું નાખીને મસળી લો.
- ગૂંથેલા મિશ્રણનો એક નાનો ભાગ લો.
- તેને તમારી હથેળીની વચ્ચે રાખીને રોટલીનો આકાર આપો.
- હવે હથેળીઓ પર તેલ લગાવીને તેને મુલાયમ બનાવી લો.
- એક પેનને ધીમી આંચ પર ગરમ કરવા માટે રાખો.
- તવો ગરમ થાય એટલે તેના પર રોટલી મુકીને તેલ લગાવીને બંને બાજુથી શેકી લો.
- સાબુદાણાના પરાઠા તૈયાર છે.
- તેને ફરાળી ચટણી અથવા રાયતા સાથે સર્વ કરો.