હાલ ચૈત્ર નવરાત્રી ચાલી રહી છે. ઘણા લોકો ઉપવાસ કરી રહ્યા હોય છે. ત્યારે આ ઉપવાસમાં અવનવી વાનગીઓ વિશે આજે ગુજરાતી જાગરણ તમને અહીં જણાવશે.
બટાકામાંથી ઘણી બધી વાનગીઓ તમારા ઉપવાસ માટે બનાવી શકાય છે. તેથી આજે અમે તમને ચૈત્ર નવરાત્રીની ઉજવણી દરમિયાન તમારા વ્રતમાં બનાવી શકાય તેવી વાનગીઓ વિશે જણાવીશું.
ફરાળી બટેટાની ખીચડી
વ્રત માટે તે એક સ્વાદિષ્ટ અને પરફેક્ટ રેસીપી છે. તમે મીઠો લીમડો, ઈલાયચી,લવિંગ અને જીરુંને ઘી કે તેલમાં સાંતળીને તેમાં બાફેલા બટાકાની મેશ, રોક મીઠું, લીંબુનો રસ, શેકેલી મગફળી, લીલા મરચાંની કટકી અને ખાંડ ઉમેરીને બનાવી શકો છો.
આલુ હલવો
આ બટાકાની સૌથી સરળ મીઠાઈઓમાંથી એક છે જેમાં છૂંદેલા બાફેલા બટેટા, ઘી, ખાંડ અને એલચી પાવડરની જરૂર પડે છે.તમે ઈચ્છો તો ઝીણા સમારેલા ડ્રાયફ્રુટ્સ સાથે ખાઈ શકો.
ફરાળી દહીં આલુ
માત્ર 30 મિનિટમાં આ સ્વાદિષ્ટ રેસીપી તૈયાર થઈ જાય છે. તમે બાફેલા બટાકામાં ઘી,જીરું,લીલા મરચાં,આદુ-મરીની પેસ્ટ, શિંગોડાનો લોટ, ક્રીમી ગ્રેવી ટેક્સચર માટે ઘાટ્ટુ દહીં ઉમેરીને સર્વ કરી શકો છો.
આલુની ટિક્કી
શિંગોડાનો લોટ, રોક મીઠું, કાળા મરી, લીલાં મરચાં, શેકેલી મગફળી અને કોથમીર વડે બનાવેલી, આ ક્રન્ચી, ક્રસ્ટી વાનગી સ્વાદિષ્ટ વ્રત-ફ્રેંડલી વાનગીઓમાંની એક છે.
શક્કરિયાનું રાયતા
દહીં, બાફેલા શક્કરીયા, સમારેલી કાકડી, મગફળી, ખાંડ, રોક મીઠું, ધાણાજીરું અને થોડો જીરું પાવડર છાંટીને તમે વઘારમાં રાઈ અને ઘી ઉમેરીને સર્વ કરી શકો છો.