ફરવા જાય એટલે નાસ્તામાં ઘણા લોકો સેન્ડવીચ ખાવાનું પસંદ કરતા હોય છે. તેમાય ચીઝ ટોસ્ટ સેન્ડવીચ ખાવા મળી જાય તો મજા પડી જાય. આજે ઘરે બજાર જેવી ચીઝ ટોસ્ટ સેન્ડવીચ કેવી રીતે બનાવવી તેની રેસિપી ગુજરાતી જાગરણ તમને અહીં જણાવશે.
ચીઝ ટોસ્ટ સેન્ડવીચ બનાવવાની સામગ્રી
- બેસન,
- દહીં,
- હળદર,
- ધાણા જીરું,
- મીઠું,
- અજમો,
- હિંગ,
- કોથમીર,
- તલ,
- લીલા મરચા,
- ડુંગળી,
- લાલ મરચું પાવડર,
- આદુ,
- ખાંડ,
- મગફળી,
- પનીર,
- ચીઝ,
- કેપ્સીકમ,
- ચાટ મસાલો.
ચીઝ ટોસ્ટ સેન્ડવીચ બનાવવાની રીત
સ્ટેપ-1
સૌ પ્રથમ એક બાઉલમાં ચણાનો લોટ, કોથમરી, ડુંગળી, હળદર, જીરું, મીઠું વગેરે ઉમેરો. હવે તેમાં થોડું પાણી ઉમેરીને બેટર તૈયાર કરી લો.
સ્ટેપ-2
હવે બીજા બાઉલમાં કેપ્સીકમ,આદુ-મરચાની પેસ્ટ,ચાટ મસાલો,મોઝરેલા ચીઝ,પનીર, કોથમરી અને ચીલી ફ્લેક્સ ઉમેરીને મિક્સ કરી લો.
સ્ટેપ-3
હવે એક નોન સ્ટીક પેન ગરમ કરી તેના પર તેલ લગાવીને તૈયાર કરેલ બેટરમાં બ્રેડ કોટ કરીને તવા પર બંને બાજું શેકી લો. યાર છે ચીઝ ટોસ્ટ સેન્ડવીચ, તમે ચટણી સાથે સર્વ કરી શકો છો.