Mango Pudina Chutney : જમવા સાથે ચટણી હોય તો મજા પડી જાય. કેરીની સિઝનમાં કાચી કેરી અને ફુદીનાની ચટણીની રેસીપી આજે ગુજરાતી જાગરણ તમને અહીં જણાવશે.
કાચી કેરી અને ફુદીનાની ચટણી બનાવવા માટેની સામગ્રી
- ફુદીનાના પાન
- લસણની કળી
- કાચી કેરી
- લાલ મરચા
- મીઠું
કાચી કેરી અને ફુદીનાની ચટણી બનાવવાની રીત
સૌ પ્રથમ ફુદીનાના પાન ધોઈને સાફ કરી લો અને કાચી કેરીને સાફ કરીને ટુકડા કરી લો.
હવે એક મિક્સર જારમાં બધી સામગ્રીને એકસાથે નાખીને બ્લેન્ડ કરીને પેસ્ટ બનાવી લો.
હવે તેમાં જરૂર મુજબ પાણી ઉમેરીને સ્મુધ પેસ્ટ તૈયાર કરો.
હવે પેસ્ટને મિક્સરમાંથી એક બાઉલમાં કાઢી લો. કાચી કેરી અને ફુદીનાની ચટણી તૈયાર છે, તમે સર્વ કરી શકો છો.